તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 24th July 2025
તમિલનાડુનું કાંચીપુરમ શહેરના લોકો સૌથી વધુ લફરાબાજ
એક્સ્ટ્રા મેરિટલ અફેર ચલાવવામાં નંબર-વનઃ દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોને પાછળ છોડી દીધા :ભારતના ટોપ ૨૦ જિલ્લાઓમાંથી ૯ દિલ્હી-એનસીઆરના વિસ્તાર છે. આ ઉપરાંત, ગુડગાંવ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોઇડા) પણ યાદીમાં છે

ગાઝિયાબાદ તા.૨૪: હવે માત્ર મોટા શહેરો નહીં, પરંતુ નાના અને પરંપરાગત ગણાતા શહેરો પણ એકસ્ટ્રા મેરિટલ અફેરના કેસ વધ્યા છે.ભારતમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે, ગ્લોબલ ડેટિંગ પ્લેટફોર્મ Ashley Madisonveના રિપોર્ટે પણ આ જ સંકેત આપ્યો છે. આ એક મેરિડ ડેટિંગ એપ છે, જે એકસ્ટ્રા મેરિટલ અફેર ચલાવવા માટે વપરાય છે અને તેના જૂન ૨૦૨૫ના આંકડા મુજબ, ભારત હવે તેના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં સામેલ થઈ ગયું છે.
એક સમય હતો જ્યારે ભારતીય લોકોને સૌથી વધુ વફાદાર માનવામાં આવતા હતા. પત્ની સિવાય તેઓ કયારેય પરષાી તરફ નજર પણ ન કરતા. પરંતુ જેમ જેમ પ?મિી દેશોની ચમક-ધમક આપણા દેશમાં આવી, અફેર અને બેવફાઈનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો.
આ મામલામાં ભારતના મેટ્રો શહેરો કરતા નાના શહેરો નંબર-વન પર છે. તમિલનાડુનું એક એવું જ શહેર છે, જેણે બેવફાઈના મામલમાં દિલ્હી-મુંબઈને પાછળ છોડી દીધું છે.
રિપોર્ટ અનુસાર, તમિલનાડુનું કાંચીપુરમ શહેર દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોને પાછળ છોડીને ભારતમાં સૌથી વધુ સાઇનઅપ્સ ધરાવતું સ્થળ બની ગયું છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૪માં કાંચીપુરમ આ યાદીમાં ૧૭મા ક્રમે હતું, પરંતુ હવે તે -થમ સ્થાને પહોંચી ગયું છે.
પ્લેટફોર્મે આ ઝડપી ઉછાળ પાછળ કોઈ ખાસ કારણ આપ્યું નથી, પરંતુ હવે શહેરોમાં પણ એકસ્ટ્રા મેરિટલ રિલેશનનું પ્રમાણ વધ્યું છે, તે સ્પષ્ટ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના ટોપ ૨૦ જિલ્લાઓમાંથી ૯ દિલ્હી-એનસીઆરના વિસ્તાર છે. આ ઉપરાંત, ગુડગાંવ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોઇડા) પણ યાદીમાં છે.
આશ્ચર્યની વાત એ છે કે મુંબઈ આ યાદીમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે જયપુર, રાયગઢ (છત્તીસગઢ), કામરૂપ (અસમ) અને ચંડીગઢ જેવા શહેરોએ મુખ્ય સ્થાન મેળવ્યું છે. ગાઝિયાબાદ અને જયપુર, પ્રમાણમાં નાના શહેરો માનવામાં આવે છે, તેમણે ઘણા મોટા શહેરી કેન્દ્રોને પાછળ છોડી દીધા છે.
Ashley Madisonએ સ્પષ્ટ કર્યું કે ભારતના ૫૩ ટકા પુખ્ત વયના લોકોએ સ્વીકાર્યું કે તેમણે તેમના જીવનમાં કયારેક ન કયારેક અફેર રહ્યું છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
