તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
મુંબઈ બ્લાસ્ટના 12 આરોપીને મુક્ત કરવા પર સુપ્રિમકોર્ટનો રૂકજાવનો આદેશ :બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પર મૂક્યો સ્ટે
સુપ્રીમ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના હાઈકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારની અરજી પર આ નોટિસ જાહેર કરી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના હાઈકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારની અરજી પર આ નોટિસ જાહેર કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ 12 નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓની ફરીથી ધરપકડ કરવામાં આવશે નહીં.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આરોપીઓને પાછા જેલમાં મોકલવાની કોઈ માંગ કરી નથી. તુષાર મહેતાએ કહ્યું કે જ્યાં સુધી સ્વતંત્રતાના મુદ્દા પર સ્ટેનો સવાલ છે, હું સાવધ છું. આના પર કોર્ટે કહ્યું કે અમે નોટિસ જારી કરીશું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે હું બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે ઇચ્છું છું, પરંતુ તેમને ફરીથી જેલમાં મોકલવાનો મારો ઉદ્દેશ્ય નથી. તેમને પહેલાથી જ મુક્ત કરવામાં આવ્યા છે.
આના પર કોર્ટે કહ્યું કે, અમને કહેવામાં આવ્યું છે કે બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે તેથી તેમને પાછા જેલમાં મોકલવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમને જણાવી દઈએ કે ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 180થી વધુ લોકો માર્યા ગયા હતા અને 800થી વધુ લોકો ઘાયલ થયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
