<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

હિમાચલના મંડીમાં તરંગલા ખાતે HRTC બસ પલ્ટી ગઈ : 5 લોકોના ઘટના સ્થળે મોત : 20થી વધુ મુસાફરો ઘાયલ

બસ સરકાઘાટથી જામની દુર્ગાપુર જતી હતી ત્યારે નિયંત્રણ ગુમાવી અને રસ્તા પરથી ખેતરોમાં પડી ગઈ.

 

    ફોટો hima 

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સરકાઘાટ વિસ્તારમાં માસેરન નજીક તરંગલા ખાતે HRTC બસ અકસ્માતગ્રસ્ત થઈ, જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 20થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ સરકાઘાટથી જામની દુર્ગાપુર જઈ રહી હતી અને નિયંત્રણ ગુમાવી અને રસ્તા પરથી ખેતરોમાં પડી ગઈ.

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આજે સવારે 10 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો. બસમાં કુલ 20 થી 25 મુસાફરો હતા. બસ તરંગલા નજીક માસેરન વિસ્તારમાં પહોંચતા જ તે અચાનક રસ્તાની બાજુમાં બનેલા ઢાળ પરથી લપસી ગઈ. ત્યારબાદ બસ પલટી ગઈ અને ખેતરોમાં પડી ગઈ. આ અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું, જેના કારણે મુસાફરો અંદર દટાઈ ગયા હતા.

 

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. સ્થાનિક લોકોને ખબર પડતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. લોકોએ ઘટના અંગે પોલીસ-પ્રશાસનને જાણ કરી હતી. થોડી જ વારમાં 108 એમ્બ્યુલન્સ અને સરકાઘાટ ડીએસપી સંજીવ ગૌતમ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સરકાઘાટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

 

ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ડીએસપી સંજીવ ગૌતમે જણાવ્યું હતું કે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જેમાં 2 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટના પાછળનું કારણ તપાસવામાં આવી રહી છે. તપાસ બાદ જ ચોક્કસ કારણો જાણી શકાશે.

 

(12:58 PM IST)