<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ટ્રમ્‍પ ફરી બેફામ : ભારતને આપ્‍યો જોરદાર આંચકો : ગુગલ અને માઇક્રોસોફટને આપ્‍યો આદેશ : ભારતથી ‘હાયરીંગ' એટલે કે નિયુકિત બંધ કરો

વોશિંગ્‍ટન : અમેરિકાના રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે ગુગલ અને માઇક્રોસોફટ જેવી મોટી ટેક કંપનીઓને એક આકરો આદેશ આપ્‍યો છે : તેમણે ભારત જેવા દેશો સહિત વિદેશોમાં નિયુકિત બંધ કરવા જણાવ્‍યું છે : ટ્રમ્‍પે કહ્યું છે કે, અમેરિકી કંપનીઓએ હવે ચીનમાં કારખાનુ નાખવા કે ભારતીય ટેકનિકલ કર્મચારીઓને નોકરી આપવાને બદલે આપણા જ દેશમાં રોજગારી પેદા થાય તે તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કરવું જોઇએ : તેમણે એક સંમેલન દરમિયાન કહ્યું હતું કે, અમેરિકી ટેલેન્‍ટને પ્રોત્‍સાહન મળવું જોઇએ : અત્રે નોંધનીય છે કે, વિશ્વની ટોચની ટેક કંપનીઓમાં ઉચ્‍ચ પદો પર ભારતીય લોકો છે જેમ કે ગુગલમાં સુંદર પીચાઇ અને માઇક્રોસોફટમાં સત્‍ય નેડેલા જેવા નામ છે : હાલમાં મેટાએ પણ એક મોટી એઆઇ ટીમ મેળવી છે જેમાં અનેક ભારતીયો છે

(4:00 PM IST)