<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

લિવ-ઇન પાર્ટનર અને તેની દીકરીની હત્‍યા કરીને લિપસ્‍ટિકથી દીવાલ પર ગુનાની કબૂલાત લખી

વિદિશા તા.૨૫: મધ્‍ય પ્રદેશના વિદિશાના એક ગામમાં રાજા ઉર્ફે અનુજ વિશ્વકર્માએ તેની ૩૬ વર્ષની લિવ-ઇન પાર્ટનર રામસખી કુશવાહા અને તેની ત્રણ વર્ષની પુત્રી માનવીની ગળું દબાવીને હત્‍યા કરી હતી. અનુજ આખી રાત બન્ને મળતદેહોની બાજુમાં બેસી રહ્યો હતો અને પછી દીવાલ પર લિપસ્‍ટિકથી કબૂલાત લખી હતી જેમાં લખ્‍યું હતું કે ‘મેં તેને મારી નાખી. તે મારી સાથે ખોટું બોલી. તેને બીજા કોઈ સાથે પણ સંબંધ હતો.' હત્‍યા કર્યા પછી આખી રાત રૂમમાં જે ઠંડી શાંતિ સાથે અનુજ બેસી રહ્યો હતો અને લિપસ્‍ટિકથી કબૂલાત લખી હતી  પોલીસ અધિકારીઓ તેની માનસિક સ્‍થિતિનું પણ મૂલ્‍યાંકન કરી રહ્યા છે. પોલીસે જણાવ્‍યું હતું કે ‘પતિથી છૂટી થયા બાદ રામસખી અનુજ સાથે છેલ્લા થોડા મહિનાઓથી રહેતી હતી. તેમની વચ્‍ચે ઝઘડા થતા રહેતા હતા, પણ આવો કરુણ અંજામ આવશે. એવું કોઇએ સ્‍વપ્ને પણ વિચાર્યુ ન હતું.

(9:36 AM IST)