<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ગર્લ્‍સ હોસ્‍ટેલમાં છોકરાઓ ઘૂસ્‍યા, સૂતી વિદ્યાર્થીનીને અશ્‍લીલ રીતે સ્‍પર્શ કર્યો

નાગપુરમાં સરકારી કન્‍યા છાત્રાલયમાં એક મોટી ઘટના

નાગપૂર તા.૨૫: મહારાષ્‍ટ્રના નાગપુરમાં સરકારી કન્‍યા છાત્રાલયમાં  મધ્‍યરાત્રિ પછી બે છોકરાઓ છાત્રાલયમાં ઘૂસ્‍યા. તેમણે છાત્રાલયમાં સૂતી એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો. પછી તેનો મોબાઇલ ફોન લઈને ભાગી ગયા. આ ઘટના બુધવારે સવારે ૩ વાગ્‍યે બની. છાત્રાલય રાજ્‍યના સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. હૉસ્‍ટૅલમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવેલા નથી. એક મહિલા વોર્ડન અને એક મહિલા ગાર્ડ રાત્રે ડ્‍યૂટી પર હતા. પરંતુ તેમને આ ઘૂસણખોરીનો કોઈ સંકેત પણ મળ્‍યો ન હતો. પીડિતા એન્‍જિનિયરિંગના બીજા વર્ષની વિદ્યાર્થીની છે. તે તેના રૂમમાં એકલી હતી અને લાઇટ બંધ હતી. છોકરાઓએ તેને અયોગ્‍ય રીતે સ્‍પર્શ કર્યો ત્‍યારે તે ડરી ગઈ. વિદ્યાર્થીનીએ કહ્યું કે છોકરાએ તેના સ્‍તન અને ગુપ્તાંગને સ્‍પર્શ કર્યો હતો. તેને મદદ માટે ચીસો પાડી, જેનાથી હૉસ્‍ટૅલમાં રહેતી અન્‍ય છોકરીઓ જાગી ગઈ. પરંતુ ત્‍યાં સુધીમાં બંને છોકરાઓ ભાગી ગયા હતા.

છોકરી અને અન્‍ય વિદ્યાર્થીનીઓએ છોકરાઓને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યા.છાત્રાલય વહીવટીતંત્ર પણ સુરક્ષા વ્‍યવસ્‍થામાં ઢીલાશ માટે શંકાના ઘેરામાં છે.

(9:37 AM IST)