News of Friday, 25th July 2025
મારા પુત્રને મારવાના ચાર વખત પ્રયાસો થયા હતા
પૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવીના ચોંકાવનારા દાવાથી હડકંપ

પટણા, તા.૨૫: બિહારમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ બની રહ્યો છે. આ વચ્ચે બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ એવો દાવો કર્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે.
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈ શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી રહી છે. બિહાર વિધાનસભાના ચોમાસા સત્રમાં પણ શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. એક તરફ જ્યાં સંસદમાં બિહારમાં મતદાર યાદીને લઈને હોબાળો મચી રહ્યો છે. ત્યારે આજે (૨૫ જુલાઈ) બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું છે કે, તેમના પુત્ર અને વિધાનસભામાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવનો જીવ જોખમમાં છે.
રાબડી દેવીના આ ચોંકાવનારા દાવાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. બિહાર વિધાનસભા પરિસરમાં મીડિયા સાથે વાત કરતી વખતે રાબડી દેવીએ શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, પહેલા તેજસ્વી યાદવને રસ્તામાં મારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, હવે ગળહમાં પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપ અને જેડીયુ કાવતરું રચવાનો આરોપ લગાવીને કહ્યું હતું કે બિહારમાં આ લોકો સંસ્કળતિહીન છે અને તેઓ ગટરના કીડા છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
