<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

વાંધાજનક-અશ્‍લીલ કન્‍ટેન્‍ટ પર પ્રહાર

ભારત સરકારે ઉલ્લુ એપ, ALTT બિગ શોટ્‍સ સહિત સોફટ પોર્ન દર્શાવતી ૨૫ એપ્‍સ - વેબસાઇટ ઉપર પ્રતિબંધ લાધ્‍યો : સરકારે બહાર પાડયું નોટીફીકેશન : IT મંત્રાલયને મળેલી ફરીયાદના આધારે પગલુ : મોબાઇલ એપ પર જોવાતું હતું કંટેંટ

નવી દિલ્‍હી, તા.૨૫: ભારત સરકારે મનોરંજનના નામે સોફ્‌ટ પોર્ન કન્‍ટેન્‍ટ પીરસતી OTT એપ્‍સ સામે કડક કાર્યવાહી કરી છે. આમાં કેટલીક જાણીતી એપ્‍સનો પણ સમાવેશ થાય છે. કુલ ૨૫ OTT પ્‍લેટફોર્મ અને તેમની મોબાઇલ એપ્‍સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. આમાં Ullu એપ, Altનો સમાવેશ થાય છે. Desi Flix અને Big Shots જેવી એપ્‍સ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ તપાસ એજન્‍સીઓ પાસેથી માહિતી મળ્‍યા બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતમાં જે એપ્‍સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે તેમના પર દર્શકોને અશ્‍લીલ અને અર્ધ-અશ્‍લીલ વેબ સિરીઝ બતાવવાનો આરોપ છે. આવી એપ્‍સ સામે લાંબા સમયથી કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી. સરકારે IT એક્‍ટ હેઠળ આ એપ્‍સને દૂર કરવા અને આ પ્‍લેટફોર્મની ઍક્‍સેસને બ્‍લોક કરવાનો આદેશ આપ્‍યો છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, જે OTT એપ્‍સ પર કાર્યવાહી કરવામાં આવી છે તે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. આવી એપ્‍સ મોબાઇલથી વધુ એક્‍સેસ કરવામાં આવી રહી હતી. મોટાભાગની એપ્‍સ મફત હતી અને સોશિયલ મીડિયા દ્વારા પ્રમોટ કરવામાં આવતી હતી. હવે તેમની સામગ્રી જોવા મળશે નહીં કારણ કે સરકારે મોબાઇલ એપ્‍સ અને વેબસાઇટ બંને પર પ્રતિબંધ મૂકયો છે.

પ્રતિબંધના આદેશ પછી, હવે Google અને Apple ને તેમના ઓનલાઈન સ્‍ટોર્સમાંથી આ એપ્‍સ દૂર કરવી પડશે. પ્‍લે સ્‍ટોર અને એપ સ્‍ટોર પરથી એપ્‍સ દૂર કરવામાં આવશે. વેબસાઇટ્‍સના URL બ્‍લોક કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ એપ્‍સના કારણે પોર્નોગ્રાફિક સામગ્રી બાળકો સુધી સરળતાથી પહોંચી રહી હતી. આની તેમના પર ખરાબ અસર પડી શકે છે. સરકારના આ પગલા પછી એપ્‍સ ચલાવતી કંપનીઓનું વલણ શું છે. તે જોવું રસપ્રદ રહેશે. અત્‍યાર સુધી કોઈપણ એપ નિર્માતા તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન આવ્‍યું નથી. આ કાર્યવાહી નવા IT નિયમો હેઠળ કરવામાં આવી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઇન્‍ટરનેટ કંપનીઓને નિર્દેશ આપ્‍યો છે કે વપરાશકર્તાઓને પ્રતિબંધિત વેબસાઇટ્‍સ ઍક્‍સેસ કરવાની મંજૂરી ન આપે. એવું માનવામાં આવે છે કે આ પ્‍લેટફોર્મની એપ્‍સને ગૂગલ પ્‍લે સ્‍ટોર અને એપલ એપ સ્‍ટોર પરથી પણ દૂર કરવામાં આવશે.

આ વેબસાઇટ્‍સને IT કાયદાની કલમ ૬૭ અને ૬૭A, ભારતીય ન્‍યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૨૯૪ અને મહિલા અશ્‍લીલ પ્રતિનિધિત્‍વ પ્રતિબંધ અધિનિયમ, ૧૯૮૬ ની કલમ ૪નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે.

સરકારે એમ પણ કહ્યું છે કે જો ડિજિટલ પ્‍લેટફોર્મ આ નિયમોનું પાલન નહીં કરે, તો તેને IT કાયદાની કલમ ૭૯(૧) હેઠળ કાનૂની રક્ષણ મળશે નહીં અને તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. સરકારે અગાઉ પણ ૧૮ ઓટીટી પ્‍લેટફોર્મ પર પ્રતિબંધ મૂકયો છે

આ પહેલી વાર નથી જ્‍યારે સરકારે આ કડક વલણ અપનાવ્‍યું હોય. અગાઉ પણ સરકારે ૧૮ ઓટીટી પ્‍લેટફોર્મને બ્‍લોક કર્યા હતા. ડિસેમ્‍બર ૨૦૨૪માં સરકારે કડક વલણ અપનાવ્‍યું હતું. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે તે સમયે પણ શોધી કાઢયું હતું કે ૧૮ ઓટીટી પ્‍લેટફોર્મ પર અશ્‍લીલ અને કેટલાક કિસ્‍સાઓમાં પોર્નોગ્રાફિક સામગ્રી બતાવવામાં આવી રહી છે, જે ભારતીય કાયદાની વિરુદ્ધ છે.

કઈ એપ્‍સ પર પ્રતિબંધ

ALTT

-ઉલ્લુ

બિગ શોટ્‍સ એપ્‍લિકેશન

દેશીફિ્‌લક્‍સ -

બૂમેક્‍સ

નવરસ લાઇટ

ગુલાબ એપ્‍લિકેશન

કંગન એપ્‍લિકેશન

બુલ એપ્‍લિકેશન

જલ્‍વા એપ્‍લિકેશન

વાહ મનોરંજન

લૂક એન્‍ટરટેઈનમેન્‍ટ

હિટપ્રાઇમ

ફેનીઓ

શોએક્‍સ -

સોલ ટોકીસ

અડ્ડા ટીવી

હોટએક્‍સ વીઆઇપી

હલચલ એપ્‍લિકેશન

મૂડએક્‍સ

નિયોનએક્‍સ વીઆઇપી

ફુગી-   મોજફિ્‌લક્‍સ

ટ્રાઇફિ્‌લક્‍સ

(4:08 PM IST)