News of Friday, 25th July 2025
બીમાર વળદ્ધાને રાત્રે ફૂટપાથ પર સૂવડાવીને ભાગી ગયા પરિવારજનો : સવારે તોડયો દમ
અયોધ્યાથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી : આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ

અયોધ્યા, તા.૨૫: ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાંથી એક એવી હૃદયદ્રાવક અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેણે સમાજની સંવેદનશીલતા પર સવાલો ઉભા કર્યા છે. એક વળદ્ધાને તેમના જ પરિવારજનો દ્વારા રાત્રિના સન્નાટામાં ફૂટપાથ પર બેસહારા છોડી દેવામાં આવ્યા હતા. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને વીડિયો વાયરલ થતાં જ લોકોમાં આક્રોશ ફેલાયો છે. દુઃખની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ વળદ્ધાનું મળત્યુ થયું છે. આ ઘટના અયોધ્યાના કિશન દાસપુર વિસ્તારની છે, જ્યાં એક વળદ્ધા બોલવામાં અને ચાલવામાં અસમર્થ હતા, તેમને તેમના પરિવારજનો ઈપ્રરિક્ષામાં લઈને આવ્યા અને રાત્રે એક ફૂટપાથ પર છોડી દીધા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, ઈ-રિક્ષામાંથી વળદ્ધાને ઉતારીને જમીન પર સૂવડાવી દેવામાં આવે છે, અને ત્યારબાદ પરિવારજનો ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. આ દ્રશ્યો એટલા દુઃખદ છે કે, જે કોઈએ આ વીડિયો જોયો તેમની આંખો ભીની થઈ અને હૃદયમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. ફૂટપાથ પર વળદ્ધાને સૂતેલા જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે વળદ્ધાને દર્શન નગર ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો નહીં, અને સારવાર દરમિયાન તેમનું મળત્યુ થયું. વળદ્ધા બોલવામાં અસમર્થ હોવાથી, તેમની ઓળખ કે પરિવાર વિશે કોઈ માહિતી મળી શકી નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં આક્રોશનો માહોલ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સે આ ઘટનાને માનવતાને શર્મસાર કરનારી ઘટના ગણાવી છે. લોકો આવા નિર્દય પરિવારજનો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જે લોકો પોતાની માતાને આવી રીતે રસ્તા પર છોડી શકે છે, તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આ ફક્ત સંવેદનહીનતા નથી, આ તો અપરાધ છે!' અયોધ્યા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ઈપ્રરિક્ષા અને તેમાં સવાર પરિવારજનોની શોધખોળ કરી રહી છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, આરોપીઓની ધરપકડ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેઓને ઝડપી લેવામાં આવશે. આવું કળત્ય કરનારને કોઈપણ સ્થિતિમાં છોડવામાં નહીં આવે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
