<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સાસણમાં વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ : ૧૦ હજાર વૃક્ષોનો છાંયડો : અસંખ્ય ચકલીઓનો કલબલાટ સાથે પ્રાકૃતિક વાતાવરણ

મધુવંતિ ડેમના કાંઠે ૭૭ વિઘામાં પથરાયેલા કુદરતી સૌંદર્યથી ભરપુર અને આધુનિકતા અને આધ્‍યાત્‍મિકતાનો સંગમ એવા વિશાલ ધ ગ્રીવુડ રીસોર્ટ ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રિસોર્ટના માલિક બળવંતભાઇ ધામી, નિખીલભાઇ ધામી તથા ધન્‍વીબેન અને માહિબેન ગણાત્રા તસવીરમાં નજરે પડે છે. રિસોર્ટ નિર્માણથી સાક્ષી રહેલ આંબાની પૂજા કરતા શ્રી કિરીટભાઇ ગણાત્રા બળવંતભાઇ અને નિખીલભાઇ દ્રશ્‍યમાન થાય છે. જ્‍યારે અન્‍ય તસવીરમાં ભૂતકાળમાં રિસોર્ટ ખાતે મહેમાન બનેલા ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ સહિતન મહાનુભાવો નજરે પડે છે. વિશાલ ધ ગ્રીવુડ રીસોર્ટ વેડિંગ ડેસ્‍ટિનેશન માટે ખુબજ ફેવરીટ છે જે અન્‍ય તસવીરોમાં સ્‍પષ્ટ તરી આવે છે ઉપરાંત રિસોર્ટની ભવ્‍યતા પણ દ્રષ્ટીગોચર થાય છે.

સાસણગિરમાં પ્રકૃતિના સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેસ્‍ટિનેશન વેડિગ રિસોર્ટ - વિશાલ ધ ગ્રીનવુડ

વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટએ સાસણગિરના મધ્‍ય જંગલમાં ચારે બાજુ પથરાયેલ પર્વતમાળા વચ્‍ચે મધુવંતી ડેમના કાઠા પર સ્‍થીત સૌરાષ્ટ્રનો સૌથી મોટો રિસોર્ટ છે. અહી આવતા સહેલાણીઓ માટે રિસોર્ટમાં અતી આધુનીક લકઝરીયસ રૂમમાં હનીમુન સ્‍યુટ, ફેમીલી સ્‍યુટ, સુપર ડીલક્ષ સ્‍યુટ, ૧ BHK વિલા, ૨ BHK વિલા, ડીલક્‍સ વિલા જેવા અલગ અલગ સાત કેટેગરીના તમામ સુવિધાઓથી સજજ રૂમો ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત કુદરતી સાનીધ્‍ય ધરાવતા આ આધુનીક રીસોર્ટમાં મુવી થીપેટર (૭.૨ ડોલ્‍બી ડીજીટલ), સ્‍વીમીંગપુલ, કિડસ પુલ, ડીસ્‍કો થેક, ઈન્‍ડોર ગેમ ઝોન, ચીલ્‍ડ્રન પ્‍લે એરીયા, લેક વ્‍યુ પોઈન્‍ટ, જીમ્‍નેશીયમ, ગાર્ડન, જોગીંગ ટ્રેક, પુલ સાઈડ રેસ્‍ટોરન્‍ટ, મલ્‍ટીકયુઝન રેસ્‍ટોરન્‍ટ, મેરેજ હોલ, કોન્‍ફરન્‍સ હોલ, ઓડીટોરીયમ, પાર્ટી પ્‍લોટ જેવી અનેક સુવિધાઓ એક જ જગ્‍યાએ ઉપલબ્‍ધ છે. સાસણ પધારેલ મહેમાનો માટે મનોરંજનના ભાગ રૂપે અહીંનો સુપ્રસીધ્‍ધ સીદી ડાન્‍સ પણ આયોજીત કરાવવામાં આવે છે. જે સાસણ પધારેલા મહેમાનો માટે આર્કષણનું કેન્‍દ્ર બની રહે છે ઉપરાંત તેમના પ્રવાસના અનુભવને યાદગાર બનાવે છે.

આ ઉપરાંત અહીં આવનાર મહેમાનોને આધ્‍યાત્‍મિક શાંતી મેળવી શકે તેવા ઉમદા હેતુ માટે નજીકના દિવસોમાં શિખરબંધ મંદિરનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. સાસણના સિહ જેમ પુરા વિશ્વમાં જગવિખ્‍યાત છે તેમ ૭૭ વિધામાં પથરાયેલ તમામ સુખ સુવિધાઓથી સજજ આ રીસોર્ટ પણ પોતાના સહેલાણીઓની પહેલી પસંદ બની રહ્યો છે.

કુદરતી સાનીધ્‍યમાં ડેસ્‍ટિનેશન

વેડીંગ માટેનું સર્વશ્રેષ્‍ઠ સ્‍થળ

હાલના સમયમાં જયારે નવદંપતીઓ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે પોતાના લગ્નને કોઇ એવા સ્‍થળ પર રાખવા માંગતા હોય છે કે જે કુદરતી સૌંદર્યથી છલોછલ હોય ત્‍યારે આ આધુનીક સમયની માંગને ધ્‍યાનમાં રાખીને અહી ડેસ્‍ટીનેશન વેડીંગની સવીશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં એક જ રીસોર્ટમાં બન્ને વેવાઈ પક્ષ અને તેમના મહેમાનો એક સાથે એકજ રિસોર્ટમાં રહીને દરેક પ્રસંગો ઉજવી શકે તે રીતે તમામ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેમાં અત્‍યારના ટ્રે્‌ન્‍ડને અનેરૂપ ડેસ્‍ટીનેશન વેડિગને અનુરૂપ ૪ પાર્ટી પ્‍લોટ, ૩ મેરેજ હોલ, પુલ સાઈટ વેડીંગ, વોટરપાર્ક, પુલ પાર્ટી અને બોલીવુડ નાઈટ જેવા દરેક પ્રસંગો અલગ જગ્‍યા પર નવી થીમ સાથે ઉજવી શકાય તેવી સુવીધાઓ પુરી પાડવામાં આવે છે. પાછલા વર્ષોમાં અહીં અસંખ્‍ય ડેસ્‍ટીનેશન વેડિગ વીવીધ થીમની સાથે ઉજવવામાં આવ્‍યા છે.

પાર્ટી પ્‍લોટમાં આપના દરેક પ્રસંગો અલગ અલગ

થીમ સાથે ઉજવી શકાય એવી વ્‍યવસ્‍થા

રિસોર્ટમાં ૩ મેરેજ હોલ અને ચાર પાર્ટી પ્‍લોટ છે. આ વિસ્‍તારનો સૌથી પ્રથમ GRC પર બનાવેલો દુબઈ જેવી સ્‍ટાઈલનો એરોબીક થીમ પર ડીઝાઈન કરેલ એક હજાર બેઠકોનો હોલ બનાવવામાં આવ્‍યો છે. તે ઉપરાંત એડવેન્‍ચર પાર્ટીપ્‍લોટ ગીરના પહાડોની વચ્‍ચે આવેલ હોય તે રીતે ડીઝાઈન કરવામાં આવેલ છે. તે ખુબ જ અદ્વુત છે, આ સાથે આ રિસોર્ટમાં હાલમાં ૩૦૦ થી લઈને ૫૦૦૦ મહેમાની સુધીની કેપેસીટી ધરાવતા કુલ ૪ પાર્ટી પ્‍લોટી આવેલા છે. લોકો પોતાના બજેટ અનુસાર મેરેજ કરવા માટે પહેલી પસંદગીમાં આ રસોર્ટને રાખે છે. લોકો હાલમાં રાજસ્‍થાનમાં ડેસ્‍ટિનેશન વેડિગ કરવાની ઈચ્‍છા ધરાવતા તે લોકો પણ અહીં આવવા લાગ્‍યા છે.

 

હાલ જ્‍યાં ડેમ છે તેનું નામ મધુવંતિ શા માટે પડયું?

 

વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ મધુવંતિ ડેમના કાંઠે એકદમ શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં વનરાઇ વચ્‍ચે આવેલ મનમોહક જગ્‍યા છે. સ્‍વાભાવિક છે કે, અહિ આવતા લોકો સાસણમાં સિહની સાથે મધુવંતિ ડેમને પણ જોવા અચૂક જાય છે. જોકે આ મધુવંતિ ડેમ પાછળ પણ એક ઇતિહાસ છે. બળવંતભાઇ ધામીએ જણાવ્‍યું હતું કે, જ્‍યારે ભગવાન શ્રી કૃષ્‍ણએ માધવપુર ઘેડમાં લગ્ન કર્યા ત્‍યાં ત્રણ ફેરા લીધા જ્‍યારે ચોથો ફેરો અહિ મધુવંતિ ડેમના કાંઠે ચોરેશ્વર મહાદેવ મંદિરે લીધો હતો. એ વખતે મધ ન મળતા ભગવાને તેમાંથી જળ લેતા તે મધ થઇ ગયું આથી એ જગ્‍યા મધુવંતિ તરીકે ઓળખાય જેના પર ડેમ બાંધવામાં આવ્‍યો છે. સરકારે ચોરેશ્વર મહાદેવનો જીર્ણોધાર કરી કોરીડોર જેવું બનાવ્‍યું છે જેનું કામ હજી ચાલું છે.

 

રિસોર્ટમાં રહેલ આંબો બળવંતભાઇના દુખનો ભેરૂ છે

વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાં પ્રવેશો એટલે તરતજ રસ્‍તા વચ્‍ચે એક આંબો આવે છે. જેની નીચે બેસી બળવંતભાઇ ધામીએ આખો રિસોર્ટ તૈયાર કરાવ્‍યો છે. એક દિવસ એક એન્‍જીનિયરે નિખીલભાઇ ધામીને કહ્યું કે, હવે રિસોર્ટ તૈયાર થઇ ગયો છે તો આ રસ્‍તા વચ્‍ચે આવતો આંબો કાઢી નાંખો નડે છે. બળવંતભાઇએ કહ્યું કોઇ વાંધો નહીં પણ બે કામ કરજો. કાલે આંબાને દુર કરો ત્‍યારે મારા માટે દવાની બોટલ લાવજો જેથી આંબાની સાથે હું પણ જતો રહું. આજે તમને આંબો નડે છે તો કાલે હું પણ નડું ને? એન્‍જીનિયર કહે એવી ક્‍યાં વાત છે તેમ કહી તેઓ આંબાને પગે લાગ્‍યા. એ આંબા પ્રત્‍યે બળવંતભાઇને અપાર પ્રેમ છે.

કોરોના વખતે તેઓ કોરોનામાં જડપાઇ ગયેલા. એ સમયે ધંધાને પણ અસર થયેલી. એ વખતે ૧૫-૨૦ દિવસ તેઓ રૂમમાંજ રહ્યા. કુદરત જાણે પરિસ્‍થિતિ જાણી ગઇ હોય તેમ એ આંબાના તમામ પાંદડા ખરી ગયા. જ્‍યારે આજુ બાજુના આંબાના પાન લીલા હતા. દરમિયાન મારા નાનપણના મિત્ર બિપીનભાઇએ કહ્યું તમે બહાર નીકળો જે થવાનું હશે તે થશે. હું બહાર નીકળ્‍યો અને આંબા પર મારી નજર ગઇ અને હું રડી પડ્‍યો. (ઇન્‍ટરવ્‍યુ વખતે પણ બળવંતભાઇ ભાવુક બન્‍યા હતા) મેં કહ્યું ભેરૂ આટલી બધી તકલીફ થઇ ગઇ? હું કાલથી હસીસ પણ તારામાં પાન આવી જવા જોઇએ. માનવામાં ન આવે પણ બીજા દિવસ સવારથી તેમાં લીલા પાન દેખાવાના ચાલુ થઇ ગયા. બળવંતભાઇ કહે છે, હું આંબા પાસે ગયો, પગે લાગ્‍યો અને વળગી પડ્‍યો. આજની તારીખે મારે કંઇપણ ચિતા હોય તો, આંબા પાસે આવું, ફુલ ચડાવું, પગે લાગુ અને સમસ્‍યા કહી દઉં. મારી દરેક ઉપાધી તેણે હણી લીધી છે.

 

વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટના બળવંત ધામી અને નિખીલભાઇ સાથે ‘અકિલા' જૂનાગઢના પ્રતિનિધિ વિનુભાઇ જોશી નજરે પડે છે.

(4:44 PM IST)