News of Saturday, 26th July 2025
હરખભેર લગ્ન કરી શકાય એ પણ આટલા સસ્તામાં!
શખ્સે શેર કરેલા ખર્ચપત્ર પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે આ ભાઈએ લગ્ન કરવામાં કેટલી ચીવટતા દાખવી છે. :સોશિયલ મીડિયામાં એક શખ્સની લગ્ન કરવાની રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું

નવી દિલ્હી તા.૨૬: આજકાલ લગ્નનું નામ પડે ને લોકોને પરસેવો પડતો હોય છે. કારણકે લગ્નની વિધિઓ એટલી ખર્ચાળ થઇ ગઈ છે કે વ્યક્તિની જીવનકમાઈ માત્ર લગ્નપ્રસંગના બે-ત્રણ દિવસમાં જ ચટ થઇ જતી હોય છે. એમાંય આજે તો ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલે છે. આવા સમયે સોશિયલ મીડિયામાં એક શખ્સની લગ્ન કરવાની રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
હા, આ શખ્સે ઓછામાં ઓછા ખર્ચામાં લગ્ન કરીને બતાવ્યા છે. આ શખ્સે તેનો લગ્ન-સંગનો હિસાબ પણ શેર કર્યો છે. જેમાં માત્ર ૧૫૯૨ રૂપિયાનો જ ખર્ચ થયો હોવાનું જણાઈ (Viral Post) આવે છે. આ શખ્સે રેડિટ પર આ પોસ્ટ મૂકી હતી. પછી તો કમેન્ટ સેક્શનમાં લોકોએ પણ તેના આ આઈડિયાને વધાવી લીધો છે.
આ શખ્સે અને તેની ગર્લફ્રેન્ડે બીજી કોઈ પળોજણમાં ન પડવા કરતા અને ઓછા ખર્ચામાં (Viral Post) પરણી જવા માટે કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં કોઈ લગ્ન આયોજક ન હોય. કોઈ ભભકાદાર કપડાં ન હોય. કે વરઘોડો પણ ન નીકળે. માત્ર પોતપોતાની ફેમીલી જ હાજર હોય. આ શખ્સ કહે છે કે એકાદ મહિના પહેલાં મારા ભાઈનાં લગ્ન લેવાયાં હતાં. તેણે ટ્રેડીશનલ રીતે લગ્ન કાર્ય અને એ પણ સિમ્પલ જ. છતાં આ લગ્નપ્રસંગમાં સમય, શક્તિ અને પૈસાનો વેડફાટ થતો મેં જોયો. પણ મારે અને મારી ગર્લફ્રેન્ડને આવો કોઈ જ બગાડ કરવો નહતો. એટલે જ અમે આ રસ્તો અપનાવ્યો. પોસ્ટ અહીં જોઈ શકાય છે
જોઈ લો આ શખ્સને શેની માટે કેટલો ખર્ચ થયો?
ખર્ચ (રૂપિયામાં) શેની માટે?
૨૦ પાઈ પેપર
૩૨૦ સ્ટેમ્પ પેપર
૨૬૦ અરજન્ટ ફોટો
૨૦૦ સ્ટેમ્પ પેપર પર
૪૦૦ પબ્લિક નોટરી
૧૦૦ ગર્વમેન્ટ ટેક્સ
૨૯૦ એનાઉન્સમેન્ટ પ્રિન્ટીંગ
૧૫૯૨ કુલ
તમે આ શખ્સે શેર કરેલા ખર્ચપત્ર પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે આ ભાઈએ લગ્ન કરવામાં કેટલી ચીવટતા દાખવી છે. અહીં આ ભાઈએ ૨૦ રૂપિયા પાઈ પેપરના પણ લખ્યા છે. કોર્ટ મેરેજ માટે પાઈ પેપરની જરૂર પડે છે. આ નોર્મલ A4 સાઈઝનો કાગળ છે જેમાં વિગતો ટાઈપ કરવામાં આવે છે. ભારતમાં કોર્ટ મેરેજ વખતે પી. એ. આઈ. પેપર એટલે કે વ્યક્તિગત સોગંદનામાની જરૂર પડે છે. જેમાં બન્ને પક્ષ તરફથી વ્યક્તિગત વિગતો અને વૈવાહિક દરજ્જાની જાહેરાત કરતી શપથ હોય છે.લોકો આ શખ્સને ખુબ વધાઈ આપી રહ્યાં છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
