News of Saturday, 26th July 2025
મની ટ્રાન્સફરના નામથી કાળા નાણાંની હેરફેરનો ગોરખધંધો અટકાવવા પ્રયાસ
મની એક્સચેન્જ-મની ટ્રાન્સફરના લાયસન્સ ઉપર લગામ

મુંબઇ તા.૨૬: કેન્દ્ર સરકાર દ્વારા કાળાનાંણાની હેરફેર અટકાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તેના ભાગરુપે હવે મની ટ્રાન્સફર અને મની એક્સચેન્જ માટે નવા લાઈસન્સ આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે જે લોકો પાસે જૂના લાઇસન્સ છે તેઓના લાઈસન્સ રીન્યુ કરવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. જોકે આ માટે બેંક મારફતે સરળતાથી વિશ્વના કોઈ પણ દેશમાં નાંણા મોકલી જ શકાય છે. તેમજ એક વખત બેંક ખાતામાં સામેવાળાના એકાઉન્ટની વિગતો રજુ કરવામાં આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં સામેવાળાના ખાતામાં નાંણા જમા થઈ જતા હોય છે. આવું કરવા પાછળનુ કારણ એવું પણ છે કે કેટલાક લોકો મની ટ્રાન્સફર અને મની એક્સચેન્જના નામે કાળા નાંણાની હેરાફેરી કરતા હતા. તેને અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યુ હોવાની વિગતો જાણવા મળી છે.
વિદેશમાંથી નાંણા મંગાવવા કે મોકલવા માટે પહેલા મોટાભાગના લોકો મની ટ્રાન્સકર અને મની એક્સચેન્જ મારફતે જ મોકલતા હતા. તેમાં સામેવાળા વ્યક્તિ વિદેશથી નાંણા મોકલાવે તો તેની સાથે ૧૦ આંકડાનો નંબર પણ મોકલતા હોય છે. તે નંબર મની ટ્રાન્સફરવાળા પાસે જઈને આપવામાં આવે અને તેની સામે ઓળખના પુરાવાની ઝેરોક્ષ રજુ કરવામાં આવ્યા બાદ નાણા આપી દેવામાં આવતા હોય છે.(૩૮.૧૧)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
