<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

નેનો યૂરિયા - ડીએપીની ખરીદી પર મળશે ૨ લાખ સુધીનો અકસ્‍માત વીમો

ખેડૂતો માટે લાખોની ખુશખબરઃ ઇફકો ની સંકટ હરણ યોજના ખેડૂતોને માત્ર આર્થિક સુરક્ષા જ નહીં, પણ ખાતર ખરીદવા પર વધારાના લાભ પણ આપે છે

નવી દિલ્‍હી તા.૨૬: ખેડૂત ભાઈઓ ખેતર માટે ખાતર અને યૂરિયા ખરીદતા જ હોય છે પરંતુ આ વખતે તમારા માટે મોટી ખુશખબર આવી છે. જો તમે આ સરકારી વિભાગ પાસેથી નેનો યૂરિયા કે ડીએપી ની ખરીદી કરો છો તો ૧ લાખથી ૨ લાખ સુધીનો અકસ્‍માત વીમો બિલકુલ ફ્રીમાં મળશે.

ઇફકો ની ઁસંકટ હરણ યોજના ખેડૂતોને માત્ર આર્થિક સુરક્ષા જ નહીં, પણ ખાતર ખરીદવા પર વધારાના લાભ પણ આપે છે. આવી સ્‍થિતિમાં, ખેડૂતોએ સમજવું જોઈએ કે ખાતરની સ્‍લિપ અને બોરીઓ ફક્‍ત સામાન્‍ય વસ્‍તુઓ નથી, પરંતુ તે તમારા ભવિષ્‍યની સુરક્ષાનો આધાર બની શકે છે. તેથી, દરેક ખેડૂતે આ યોજનાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ અને બધા જરૂરી દસ્‍તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ.

આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે વીમો સંપૂર્ણપણે મફત છે અને તેનો સમયગાળો એક વર્ષનો છે. યોજનાનો લાભ લેવા માટે, કેટલીક મહત્‍વપૂર્ણ બાબતો ધ્‍યાનમાં રાખવી જરૂરી છે.

જો કોઈ ખેડૂત ઇફકો પાસેથી ૨૫ થેલી યુરિયા ખાતર ખરીદે છે, તો તેને ૧ લાખ રૂપિયાનો અકસ્‍માત વીમો મફતમાં મળે છે. બીજી તરફ, જો કોઈ ખેડૂત નેનો યુરિયા અને ડીએપીની ૨૦૦ બોટલ ખરીદે છે, તો તેને ૨ લાખ રૂપિયા સુધીનો મફત અકસ્‍માત વીમો આપવામાં આવે છે. આ વીમો એક વર્ષ માટે માન્‍ય છે અને ખાતર ખરીદ્યાના એક મહિના પછી તેની ગણતરી શરૂ થાય છે.

ખાતર ખરીદી સ્‍લિપ સુરક્ષિત રાખોઃ આ સ્‍લિપ વીમાનો સૌથી મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજ છે. જો તે ખોવાઈ જાય કે ફાટી જાય, તો વીમાનો લાભ મેળવી શકાતો નથી.

વીમા સમયગાળા દરમિયાન ખેડૂતનો અકસ્‍માત થાય અને જરૂરી દસ્‍તાવેજો સબમિટ કરવામાં આવે તો જ વીમા દાવો માન્‍ય રહેશે.

 જો કોઈ ખેડૂત અકસ્‍માતમાં મળત્‍યુ પામે છે અથવા અપંગ બને છે, તો તેના પરિવારને આ વીમા રકમમાંથી રાહત મળી શકે છે.(૩૮.૮)

(10:05 AM IST)