<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

રાજસ્થાન પછી મધ્યપ્રદેશના શહડોલમાં અચાનક શાળાની છત ધરાશાયી: બાળકોનો આબાદ બચાવ

શાળાના શિક્ષકોનો દાવો છે કે તેમણે શાળાની જર્જરિત હાલત અંગે વહીવટીતંત્રને ચેતવણી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

રાજસ્થાન પછી, મધ્યપ્રદેશના શહડોલમાં શાળાની છત ધરાશાયી થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકે, અકસ્માત દરમિયાન બાળકોએ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો. કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી. પરંતુ આ અકસ્માત બાદ વહીવટીતંત્ર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. શાળાના શિક્ષકોનો દાવો છે કે તેમણે શાળાની જર્જરિત હાલત અંગે વહીવટીતંત્રને ચેતવણી આપી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

મધ્યપ્રદેશના શહડોલમાં બોદરી ગ્રામ પંચાયતની એક સરકારી પ્રાથમિક શાળાની ઘટના  છે. ઘટના દરમિયાન શાળામાં ધોરણ 1 થી 5 ના 33 બાળકો હાજર હતા. શાળામાં વર્ગ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક શાળાની છત તૂટી પડી.

છત તૂટી પડે તે પહેલાં, બાળકોને ભયનો અહેસાસ થયો અને તેઓ બહાર દોડી ગયા. પછી છત પડી ગઈ. માહિતી અનુસાર, આ શાળાની ઇમારત 1999-2000 માં બનાવવામાં આવી હતી. લગભગ 25 વર્ષ પછી, ઇમારત બગડવા લાગી છે. શિક્ષકોએ ગયા વર્ષે છતનું સમારકામ કરાવ્યું હતું અને ઇમારતની જર્જરિત સ્થિતિ વિશે ચેતવણી આપતો પત્ર પણ લખ્યો હતો.

(1:15 PM IST)