<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા : રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ

જમ્મુ અને કાશ્મીરની સાથે, હિમાચલ પ્રદેશના ધર્મશાલા શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

શ્રીનગર : શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર નીચે માપવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરની સાથે, હિમાચલ પ્રદેશના ધર્મશાલા શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ 33 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 76.14 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવ્યો હતો.  

(1:33 PM IST)