News of Saturday, 26th July 2025
રાહુલ ગાંધી ૨૧મી સદીના મહાત્મા, આંબેડકર અને ફુલે
કોંગ્રેસના નેતાઓએ હદ પાર કરીઃભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય અસલી આંબેડકરનું સન્માન કરી શકી નથી

નવી દિલ્હી, તા.૨૬
રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસના નેતાઓ હવે મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ફુલે સાથે તુલના કરવા લાગ્યા છે.
ખાલી જ એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ તેમને ત્રણ-ત્રણ ઐતિહાસિક હસ્તીઓની બરાબર લાવી દીધા. કોંગ્રેસ નેતા અનિલ જય હિંદે કહ્યું કે, રાહુલ ગાંધી મહાત્મા ગાંધી બાદ પહેલા એવા નેતા છે, જે સત્યનો સ્વીકાર કરે છે. આ ક્વાલિટી પહેલા મહાત્મા ગાંધીમાં હતી અને હવે રાહુલ ગાંધીમાં છે. તો વળી વિ. હનુમંથા રાવે રાહુલ ગાંધીને લઈને ૨૧મી સદીના મહાત્મા ફુલે પણ કહી દીધા.
પણ સૌથી વધારે હદ તો ઉદિત રાજે પાર કરી દીધી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ઓબીસી સમુદાયને રાહુલ ગાંધીનું સમર્થન કરવું જોઈએ. જો તેમણે આવું કર્યું તો રાહુલ ગાંધી તેમના માટે બીજા આંબેડકર સાબિત થઈ શકે છે. બસ અહીંથી જ ચર્ચા અને ટ્રોલિંગ બંનેની શરૃઆત થઈ ગઈ.
ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય અસલી આંબેડકરનું સન્માન કરી શકી નથી. હવે આજે રાહુલ ગાંધીને બીજા આંબેડકર બતાવીને ઓબીસી સમાજને ભ્રમિત કરવાની કોશિશ કેમ કરી રહી છે? તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા, કોણે બાબાસાહેબને ભારત રત્ન આપવાની ના પાડી? કોણે તેમના સંવિધાનને જમ્મુ કાશ્મીરમાં લાગુ ન થવા દીધું? કોણે મુસ્લિમ અનામતની વાત કરી? કોણે કહ્યું કે અનામત ખરાબ છે? જવાબ છે જવાહર લાલ નહેરુ, શહઝાદે એવું પણ કહ્યું કે, હવે રાહુલ ગાંધી આંબેડકર બનવા માગે છે, નેહરુ કે ઈંદિરા ગાંધી નહીં. તેનો અર્થ એવો થાય કે કોંગ્રેસ ખુદ માની રહી છે કે તેમના જૂના નેતા ખોટા હતા.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
