<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

ભારતમાં ધર્માંતરણ રેકેટમાં ચોંકાવનારો ખુલાસો :પાકિસ્તાનની ISI ની લેડી સ્લીપર સેલ તૈયાર કરવાનું ષડયંત્ર

ફિલીપાઈન્સની એનજીઓ ફંડીગ કરતી હતી: ક્રિપ્ટો અને ડોલરમાં ફંડીગના પુરાવા મળ્યા: કેનેડા અને ઇંગ્લેન્ડમાં ડોનેશનના માધ્યમથી સિન્ડીકેટથી ભારતમાં નાણા મોકલતા હતા

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રા ગેરકાયદે ધર્માંતરણ રેકેટમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછમાં પાકિસ્તાનના આઈએસઆઈનું કનેકશન પણ પ્રકાશમાં આવ્યું છે. જેમાં ભારતમાં ધર્માંતરણ રેકેટની આડમાં ભારતમાં પાકિસ્તાનની આઈએસઆઈની લેડી બ્રિગેડ તૈયાર કરવામાં આવી રહી હતી. ભારતમાં પાકિસ્તાન આઈએસઆઈની લેડી સ્લીપર સેલ તૈયાર કરવાનું ષડયંત્ર રચી રહ્યું હતું.

 

આ પૂછપરછમાં માહિતી પ્રકાશમાં આવી છે કે ફિલીપાઈન્સની એક એનજીઓ “એનજીઓ ગો ફંડ મી ” ધર્માંતરણ રેકેટ
માટે ફંડીગ કરે છે. જેમાં ક્રિપ્ટો અને ડોલરમાં ફંડીગના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત કેનેડા અને ઇંગ્લેન્ડમાં ડોનેશનના માધ્યમથી સિન્ડીકેટથી ભારતમાં નાણા મોકલતા હતા.

આ ઉપરાંત દિલ્હીમાં પણ ધર્માંતરણ સિન્ડીકેટની એક વોટ્સએપ વિંગ છે. પીડિત યુવતીઓને આ સિન્ડીકેટના માધ્યમથી જેહાદ માટે તૈયાર કરવામાં આવે છે. પાકિસ્તાનના યુટયુબર તનવીર અહમદ અને સાહિલ અદીબનો પર્દાફાશ થયો છે. આ બંને ધર્માંતરણ સિન્ડીકેટમાં માધ્યમથી પીડિત યુવતીઓને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે ઓનલાઈન ટ્રેનીંગ આપતા હતા. આ બંને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસએસ માટે કામ કરતા હતા. આ સિન્ડીકેટને કેનાડાથી સૈયદ ક્રાઉડ ફંડીગ કરતો હતો. સૈયદ દાઉદ મધ્ય પ્રદેશના ગાંધીનગરનો વતની હતો અને કેનાડાના ઇસ્લામિક સેન્ટર ચલાવતો છે.

(7:52 PM IST)