<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

૧૪૦૦૦ પુરુષોએ ‘લાડકી બહેન' યોજના હેઠળ ૨૧ કરોડ મેળવ્‍યાં

દિગ્‍ગજ મહિલા નેતા સુપ્રિયા સુલેનો મોટો દાવો

 

મુંબઈ,તા.૨૮: એનસીપી (એસપી) ના કાર્યકારી અધ્‍યક્ષ સુપ્રિયા સુલેએ મુખ્‍યમંત્રી માઝી લાડકી બહેન યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્‍યો છે. તેમણે દાવો કર્યો છે કે, સ્‍કીમ હેઠળ લગભગ ૧૪,૦૦૦ પુરુષોને ૨૧ કરોડ રૂનો લાભ મળ્‍યો છે. સુલેએ આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે.

સુપ્રિયા સુલેના દાવા બાદ નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારે પ્રતિક્રિયા આપી છે કે, જો કોઈ આ પ્રકારનો લાભાર્થી મળી આવ્‍યો તો, તેની પાસેથી પૈસા વસૂલવામાં આવશે. મીડિયા રિપોર્ટના આધારે સુપ્રિયા સુલેએ આ દાવો કર્યો હતો કે ફાળવવામાં આવ્‍યા છે.

પુણેમાં પ્રેસ કોન્‍ફરન્‍સમાં સુલેએ જણાવ્‍યું હતું કે, તપાસ થવી જોઈએ કે, યોજનાનો લાભ લેનારા પુરૂષોના નામ કોણે દાખલ કર્યા. સરકાર નાના-નાના આરોપોમાં પણ સીબીઆઈ-ઈડી તપાસ કરાવે છે. તો આ મામલે પણ સીબીઆઈ તપાસની જાહેરાત થઈ જોઈએ. જેથી પુરાવો મળે કે, કયાં કોન્‍ટ્રાક્‍ટરે આ પુરૂષોના નામ યાદીમાં સામેલ કર્યા છે.

મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ સોશિયલ મીડિયા એક્‍સ પર જણાવ્‍યું હતું કે, આઈટી વિભાગના ડેટા અનુસાર, લાડકી બહેન યોજનાના ૨૬.૩૪ લાખ લાભાર્થીઓ વાસ્‍તવમાં આ યોજનાના પાત્ર ન હતાં.અમુક કિસ્‍સામાં પુરૂષોએ અરજી કરી હતી. તેમનો લાભ અસ્‍થાયી ધોરણે બંધ કરવામાં આવ્‍યો છે. જિલ્‍લા કલેક્‍ટરના રિપોર્ટના આધારે પાત્ર લોકોને લાભ આપવાનું શરૂ કરાશે.(૪૦.૭)

(10:06 AM IST)