<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

પાકિસ્‍તાનમાં લગ્નનો ઇનકાર કરવા બદલ ટિકટોકર સુમીરા રાજપૂતની ઝેરી ગોળી આપીને હત્‍યા

કરાંચી તા.૨૮:  પાકિસ્‍તાનના સિધના ઘોટકી જિલ્‍લાના બાગોવાહ વિસ્‍તારમાં ખૂબ જ પ્રસિધ્‍ધ અને અત્‍યંત સ્‍વરૂવાન ટિકટોક કન્‍ટેન્‍ટ ક્રીએટર સુમીરા રાજપૂત તેના ઘરે શંકાસ્‍પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. બળજબરીથી લગ્ન અને ઝેર આપવાના આરોપો સપાટી પર આવતાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટના પાકિસ્‍તાનમાં માનવાધિકારની બગડતી પરિસ્‍થિતિનું ઉદાહરણ છે અને મહિલાઓ અને ડિજિટલ સર્જકો સામે થતી હિસાને ઉજાગર કરે છે.

ઘોટકી જિલ્‍લા પોલીસ અધિકારી અનવર શેખે પુષ્ટિ આપી હતી કે ‘સુમીરા રાજપૂતની ૧૫ વર્ષની પુત્રીએ દાવો કર્યો છે કે તેની માતાને એવી વ્‍યક્‍તિઓ દ્વારા ઝેર આપવામાં આવ્‍યું હતું જેઓ લાંબા સમયથી બળજબરીથી લગ્ન માટે દબાણ કરી રહી હતી. પુત્રીએ આરોપ લગાવ્‍યો હતો કે તેની માતાને ઝેરી ગોળીઓ આપવામાં આવી હતી, જેના કારણે તેનું મૃત્‍યુ થયું હતું.'

આરોપોની ગંભીરતા હોવા છતાં કોઈ ફર્સ્‍ટ ઇન્‍ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધવામાં આવ્‍યો નથી અને પોલીસ કહે છે કે તેઓ હજી પણ તપાસ કરી રહ્યા છે.(૩૮.૧૬)

(10:25 AM IST)