<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

બારાબંકી મંદિરમાં ભાગદોડ : ૨ ભક્‍તોના મોત

ઉતરાખંડના મનસા દેવી અકસ્‍માતના બીજા દિવસે ઉતરપ્રદેશના : અકસ્‍માત બાદ મંદિર પરિસર અને વિસ્‍તારમાં અંધાધૂંધીનો માહોલ

 

બારાબંકી તા.૨૮: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્‍લાના મનસા દેવી મંદિરમાં ભાગદોડની ઘટનાના એક દિવસ પછી આજે સોમવારે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્‍લામાં  પૌરાણિક ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં ભક્‍તોની ભીડ એકઠી થઈ ગઈ હતી ત્‍યારે જ વીજળીનો વાયર તૂટી ગયો જેના કારણે ટીન શેડમાંથી કરંટ પસાર થયો. વીજળીના કરંટને કારણે નાસભાગ મચી ગઈ. આ અકસ્‍માતમાં વધુ શિવભક્‍તો ઘાયલ થયા છે. ૨ના મોત થયા છે, પાંચની સ્‍થિતિ ગંભીર છે.

અકસ્‍માત બાદ મંદિર પરિસર અને વિસ્‍તારમાં અરાજકતાનો માહોલ છે. ઘટના અંગે માહિતી આપતા ડીએમએ જણાવ્‍યું હતું કે વાંદરાઓ દ્વારા તોડવામાં આવેલા જૂના ઇલેક્‍ટ્રિક વાયરને કારણે ટીન શેડમાં તિરાડ પડી ગઈ હતી અને શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા હતા.

રવિવારે ઉ.પ્રમાં હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વીજળી પડવાની અફવાને કારણે ભાગદોડ મચી હતી, જેમાં ૮ ભક્‍તોના મોત થયા હતા. તે જ સમયે, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શ્રાવણ નિમિત્તે મંદિરમાં ભક્‍તોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન, એક અફવા ફેલાઈ ગઈ કે વીજળી પડવાની છે, જેના કારણે લોકો પોતાને બચાવવા માટે એકબીજા પર ચઢવા લાગ્‍યા.(૩૮.૧૮)

(10:53 AM IST)