News of Monday, 28th July 2025
આ તો બહુ ખરાબ કહેવાયઃ પેશાબ જવા પર ટેક્સ!
દુનિયાભરના ચિત્રવિચિત્ર ટેક્સ વિશે જાણો : નવમી સદીમાં રોમમાં બેચલર ટેક્સ લાદવામાં આવ્યો હતો, એક સમયે ઈંગ્લેન્ડમાં, દાઢી રાખનારા લોકોને ટેક્સ ચૂકવવો પડતો હતો

નવી દિલ્હી, તા.૨૮: બજેટની સીઝન ચાલી રહી છે ત્યારે મોટાભાગે સામાન્ય વર્ગમાં મુખ્ય ચર્ચાનો વિષય ટેક્સ જ હોય છે. લોકો એવી આશામાં હોય છે કે સરકાર આ વખતે ટેક્સ બાબતે શું ફેરફાર કરશે અને તેનાથી તેમના જીવન પર શું અસર થશે. ત્યારે આજે આપણે દુનિયાભરના કેટલાક એવા ટેક્સ વિશે વાત કરવાની છે જેના વિશે સાંભળીને તમને થશે કે લે આવું પણ હોય.
જ્યારે પણ બજેટ રજૂ કરવામાં આવે છે, ત્યારે મોટાભાગના લોકો ટેક્સ પર મળતી છૂટછાટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને વિશ્વભરના કેટલાક એવા ટેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની સામાન્ય લોકો પર અસર સમજની બહાર હતી. ચાલો જાણીએ આ વિચિત્ર પ્રકારના ટેક્સ વિશે.
તમે હાઉસ ટેક્સ, પાણી વેરો વિશે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તે ટેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ વિચિત્ર છે અને લોકો પાસેથી પણ એકત્રિત કરવામાં આવ્યા છે. નવમી સદીમાં રોમમાં બેચલર ટેક્સ લાદવામાં આવ્યો હતો. એક સમયે ઈંગ્લેન્ડમાં, દાઢી રાખનારા લોકોને ટેક્સ ચૂકવવો પડતો હતો.
ફ્રાન્સમાં એક સમયે મીઠા પર ટેક્સ લગાવવામાં આવતો હતો. જોકે, આ ટેક્સ ૧૯૪૫માં દૂર થઈ ગયો હતો.
૧૭૧૮માં રશિયાના રાજા પીટર ધ ગ્રેટે આત્મા પર પણ ટેક્સ લગાવ્યો હતો. આ ટેક્સ એવા લોકો પાસેથી વસૂલવામાં આવતો હતો, જેઓ આત્મામાં વિશ્વાસ કરે છે.
આ ટેક્સ ૧૯મી સદીમાં કેરળની મહિલાઓ પર લગાવવામાં આવ્યો હતો. કેરળમાં ત્રાવણકોરના રાજાએ કથિત નિચલી જાતિની મહિલાઓના સ્તન ઢાંકવા પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો.
ડેનમાર્કમાં પશુઓ દ્વારા ગેસ છોડવા પર આ કર લાદવામાં આવ્યો હતો.
યૂકેના પ્રાઇમ મિનિસ્ટર વિલિયમ પિટે ૧૭૮૪માં પુરુષોને ટોપી પહેરવા પર ટેક્સ લગાવ્યો હતો. જોકે, આ ટેક્સને ૧૮૧૧માં દૂર કરી દીધો હતો.
ઇંગ્લેન્ડ અને વેલ્સના રાજા વિલિયમ ત્રીજાએ ૧૬૯૬માં બારીઓ પર ટેક્સ લગાવી દીધો હતો. જે પણ ઘરમાં ૧૦થી વધારે બારીઓ હતી તેને દસ શિલિંગ ટેક્સ આપવો પડતો હતો.
રોમના રાજા વેસ્પેશને પબ્લિક યૂરિનલથી યૂરિનના ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સની વ્યવસ્થા કરી હતી. તેનું કારણ એ હતું કે તેમાં એમોનિયા હતું.
ઇંગ્લેન્ડના સમ્રાટ હેનરી અષ્ટમે વર્ષ ૧૫૩૫માં દાઢી પર ટેક્સ લગાવી દીધો હતો. આ ટેક્સની સૌથી અજીબ શરત એ હતી કે, જો ટેક્સ વસૂલીના સમયે કોઈ ઘરમાંથી ગાયબ હોય તો તેનો ટેક્સ પાડોશીએ ચૂકવવાનો રહેતો હતો.
જર્મનીમાં ૨૦૦૪માં આવેલા ટેક્સ કાયદા અંતર્ગત તમામ પ્રોસ્ટિટયૂટને દર મહિને ૧૫૦ યૂરો ટેક્સ આપવો પડે છે.
નવમી સદીમાં રોમન સમ્રાટ ઓગસ્ટસે બેચલર ટેક્સ લગાવ્યો હતો. આ ટેક્સ ૨૦ થી ૬૦ વર્ષની વયના લોકોએ ચૂકવવાનો હતો.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
