<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ઓસ્‍ટ્રેલિયામાં એક અઠવાડિયામાં બીજી વાર ભારતીય પર હુમલો

મેલબર્નમાં સૌરભ આનંદ પર પાંચ કિશોરોએ છરીથી હુમલો કર્યોઃ તેનો ડાબો હાથ કપાઈ ગયો

મેલબર્ન તા.૨૮: ઓસ્‍ટ્રેલિયાના મેલબર્ન શહેરના અલ્‍ટોના મેડોઝમાં કિશોરોના એક જૂથ દ્વારા શનિવારે ૧૯ જુલાઈએ સાંજે ૭.૩૦ વાગ્‍યે ૩૩ વર્ષના ભારતીય સૌરભ આનંદ પર છરી વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. સૌરભ આનંદ સેન્‍ટ્રલ સ્‍ક્‍વેર શોપિગ સેન્‍ટરમાં એક ફાર્મસીમાંથી દવાઓ ખરીદીને ઘરે જઈ રહ્યો હતો ત્‍યારે પાંચ કિશોરોએ તેના પર હુમલો કર્યો હતો.

એક અઠવાડિયામાં ઓસ્‍ટ્રેલિયામાં ભારતીયો પર આવો બીજો હિસક હુમલો છે. ૨૩ જુલાઈએ ઍડીલેડમાં કારપાર્કિગ બાબતે ૨૩ વર્ષના ચરણપ્રીત સિહ પર હુમલો કરવામાં આવ્‍યો હતો અને તે બેભાન થઈ ગયો હતો.

સૌરભ આનંદ ફાર્મસીમાંથી નીકળીને ફોન પર વાત કરતો હતો ત્‍યારે તેણે તેની બાજુમાં હલનચલન જોઈ હતી. એક છોકરાએ તેનાં ખિસ્‍સાં શોધવાનું શરૂ કર્યું હતું, જ્‍યારે બીજા છોકરાએ તેના માથામાં મુક્કો માર્યો હતો અને તે પડી ગયો હતો. ત્રીજા હુમલાખોરે છરી કાઢીને તેના ગળા પર પકડી રાખી હતી.

આ હુમલા વિશે સૌરભ આનંદે કહ્યું હતું કે ‘હું ફક્‍ત બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેઓ ત્‍યાં અટક્‍યા નહીં. જ્‍યારે હું મારી જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્‍યારે છરી મારા કાંડામાંથી પસાર થઈ ગઈ. મને ફક્‍ત દુખાવો જ યાદ છે અને મારો હાથ લટકી રહ્યો હતો.'

સૌરભ આનંદને ગંભીર ઈજાઓ થઈ હતી. એમાં ફ્રેક્‍ચર; કરોડરજ્જુ, ખભા અને પીઠ પર ઊંડા ઘા; હાથમાં તૂટેલાં હાડકાં અને માથામાં ઈજાનો સમાવેશ થાય છે. ગંભીર ઈજાગ્રસ્‍ત અને લોહી વહેતું હોવા છતાં તેણે શોપિગ સેન્‍ટરની બહાર મદદ માટે બૂમો પાડી હતી.

બાજુમાં રહેલા લોકો તેની મદદ માટે આવ્‍યા હતા અને ઇમર્જન્‍સી સર્વિસને ફોન કર્યો હતો. તેને ગંભીર હાલતમાં રોયલ મેલબર્ન હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. શરૂઆતમાં ડોક્‍ટરોને ડર હતો કે તેનો ડાબો હાથ કાપી નાખવો પડશે. જોકે કલાકોની સર્જરી પછી, જેમાં તેના કાંડા અને હાથમાં સ્‍ક્રૂ નાખવાનો સમાવેશ થતો હતો, સર્જ્‍યનો એને સફળતાપૂર્વક ફરીથી જોડી શક્‍યા હતા.

(12:18 PM IST)