<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ઓગસ્ટ 2025 માં દેશભરની બેંકો કુલ 15 દિવસ માટે બંધ રહેશે જાણો RBIની બેંક હોલિડે લિસ્ટ

પ્રાદેશિક અને સ્થાનિક જરૂરિયાતોને કારણે ભારતના રાજ્યોમાં રજાઓ અલગ અલગ હોઈ શકે

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલા સત્તાવાર સમયપત્રક મુજબ, ઓગસ્ટ 2025 માં દેશભરની બેંકો કુલ 15 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓમાં સ્વતંત્રતા દિવસ, ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી જેવી મુખ્ય રાષ્ટ્રીય રજાઓ, ઉપરાંત પ્રાદેશિક ઉજવણીઓ અને સાપ્તાહિક રજાઓ (શનિવાર-રવિવાર)નો સમાવેશ થાય છે.

ભારતમાં, જાહેર અને ખાનગી બંને બેંકોને મહિનાના બીજા અને ચોથા શનિવારે અને તમામ રવિવારે સાપ્તાહિક રજા હોય છે. RBI દર મહિના માટે રજાઓની લિસ્ટ બહાર પાડે છે. જોકે, એ નોંધવું અગત્યનું છે કે પ્રાદેશિક અને સ્થાનિક જરૂરિયાતોને કારણે ભારતના રાજ્યોમાં રજાઓ અલગ અલગ હોઈ શકે છે. જાણો ઓગસ્ટ 2025માં કયા-કયા દિવસે બેંકોમાં રજા રહેશે.

ઓગસ્ટ 2025 બેંક રજાઓની યાદી 

  • 3 ઓગસ્ટ (રવિવાર): સાપ્તાહિક રજા
  • 8 ઓગસ્ટ (શુક્રવાર): ગંગટોક (સિક્કિમ) માં તેન્ડોંગ લો રમ ફાતને કારણે બેંકો બંધ રહેશે.
  • 9 ઓગસ્ટ (શનિવાર): રક્ષાબંધન/ઝુલાના પૂર્ણિમા/મહિનાના બીજા શનિવારને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 10 ઓગસ્ટ (રવિવાર): સાપ્તાહિક રજા
  • 13 ઓગસ્ટ (બુધવાર): ઇમ્ફાલ (મણિપુર) માં દેશભક્તિ દિવસને કારણે બેંકો બંધ રહેશે.
  • 15 ઓગસ્ટ (શુક્રવાર): સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસ અને પારસી નવા વર્ષ (શહેનશાહી) અને જન્માષ્ટમીની ઉજવણીને લઈને બેંકો બંધ રહેશે.
  • 16 ઓગસ્ટ (શનિવાર): અમદાવાદ, ઐઝોલ (મિઝોરમ), ભોપાલ અને રાંચી (મધ્યપ્રદેશ), ચંદીગઢ, ચેન્નાઈ (તામિલનાડુ), દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ (તેલંગાણા), જયપુર, કાનપુર અને લખનૌ, પટના (બિહાર), રાયપુર (છત્તીસગઢ), શિલોંગ (મેઘાલય), જમ્મુ અને શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર) અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) માં જન્માષ્ટમી (શ્રાવણ વદ-8) અને કૃષ્ણ જયંતીના કારણે બેંકો બંધ રહેશે.
  • 17 ઓગસ્ટ (રવિવાર): સાપ્તાહિક રજા
  • 19 ઓગસ્ટ (મંગળવાર): અગરતલા (ત્રિપુરા) માં મહારાજા વીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરના જન્મદિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે.
  • 23 ઓગસ્ટ (શનિવાર): મહિનાના ચોથા શનિવારને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 24 ઓગસ્ટ (રવિવાર): સાપ્તાહિક રજા
  • 25 ઓગસ્ટ (સોમવાર): ગુવાહાટી (આસામ) માં શ્રીમંત શંકરદેવની તિરુભવ તિથિના કારણે બેંકો બંધ રહેશે.
  • 27 ઓગસ્ટ (બુધવાર): અમદાવાદ (ગુજરાત), બેલાપુર, મુંબઈ અને નાગપુર (મહારાષ્ટ્ર), બેંગલુરુ (કર્ણાટકા), ભુવનેશ્વર (ઓડિશા), ચેન્નાઈ (તામિલનાડુ), હૈદરાબાદ (તેલંગાણા), પણજી (ગોવા) અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) માં ગણેશ ચતુર્થી અને સંવત્સરી (ચતુર્થી પક્ષ) અને વારસિદ્ધિ વિનાયક વ્રત અને ગણેશ પૂજા અને વિનાયક ચતુર્થી નિમિત્તે બેંકો બંધ રહેશે.
  • 28 ઓગસ્ટ (ગુરુવાર): ભુવનેશ્વર (ઓડિશા) અને પણજી (ગોવા) માં ગણેશ ચતુર્થીના બીજા દિવસે અને નુઆખાઈ માટે બેંકો બંધ રહેશે.
  • 31 ઓગસ્ટ (રવિવાર): સાપ્તાહિક રજા

રાષ્ટ્રીય રજાઓ દરમિયાન પણ ઓનલાઈન અને મોબાઇલ બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહે છે. રોકડની તાત્કાલિક જરૂરિયાત માટે ATM ઉપાડની સેવા ચાલુ રહે છે અને UPI તેમજ અન્ય એપ્લિકેશન આધારીત પેમેન્ટ સેવાઓ પણ સામાન્ય રીતે કાર્યરત રહે છે.

(1:37 PM IST)