<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ગુજરાતના દરિયાકિનારે રીન્‍યુએબલ એનર્જી અંગેના ૫૦૦ મેગાવોટના રૂા.૧૦૨૨૫ કરોડના પ્રોજેકટ મંજુર

રાજયસભામાં નરહરિ અમીનને સરકારનો જવાબ

રાજકોટ, તા.૨૮: નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજ્‍યસભા) દ્વારૉ નેશનલ કમિટી ઓન ટ્રાન્‍સમિશન દ્વારા ભલામણ કર્યા પ્રમાણેનાં રૂપિયા ૨૨,૫૪૦ કરોડનાં રિન્‍યુએબલ એનર્જી ઝોનના ટ્રાન્‍સમિશન પ્રોજેકટ અંગે પ્રશ્‍ન પૂછવામાં આવ્‍યો હતો. તેનાં અનુસંધાને, ઉર્જા રાજ્‍ય મંત્રી શ્રીપાદ નાઇક દ્વારા જવાબ આપતા જણાવ્‍યુ હતું કે, ૅનેશનલ કમિટી ઓન ટ્રાન્‍સમિશનૅની તા.૨૫/૦૬/૨૦૨૪ નાં રોજ મળેલ ૨૦ મી બેઠકમાં ભલામણ થયા પ્રમાણે ઉર્જા મંત્રાલયે રૂપિયા ૨૨,૫૪૦ કરોડની ૯ ટ્રાન્‍સમિશન યોજનાઓને મંજૂરી આપી છે, તે પૈકી ગુજરાતનાં રિન્‍યુએબલ એનર્જી ઝોનને સંબધિત ચાર યોજનાઓ છે. આ ચાર યોજનાઓ માટેનાં સુધારેલા અંદાજો રૂ.૧૦,૨૨૫ કરોડ છે.

વધુમાં, તેઓએ જણાવ્‍યુ કે, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાએ વાયેબીલીટી ગેપ ફંડિંગ યોજના અંતર્ગત તા.૧૩ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪નાં રોજ ગુજરાતનાં દરિયા કિનારા પર ૫૦૦ મેગાવોટનાં અપતટીય (ઓફશોર) પવન ઉર્જા પ્રોજેકટ વિકસાવવા એક ટેન્‍ડર બહાર પાડયું છે.

તેના સિલેકશન માટે વિનંતીપત્ર તા. ૧૦ જૂલાઈ, ૨૦૨૫નાં રોજ ઇસ્‍યુ કર્યો છે, તે પ્રમાણે સોલર એનર્જી કોર્પોરેશન અને પસંદ થયેલ ડેવલપર દ્વારા કરાર પર સહી-સિક્કા થયા પછી ૬ વર્ષમાં આ પ્રોજેકટસ અમલમાં આવવાની ધારણા છે. મંજુર થયેલ, પ્રોજેકટમાં ભૂજ, લાકડિયા, રધાનેસડા, મહુવાથી વટામણ વગેરે પ્રોજેકટનો સમાવેશ થાય છે.

(4:21 PM IST)