<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ટાટા કમ્‍યુનિકેશન્‍સને રૂ. ૭,૮૨૭ કરોડના AGR બાકી માટે DoT તરફથી નોટિસ

 

મુંબઈ : ટાટા કમ્‍યુનિકેશન્‍સને ટેલિકમ્‍યુનિકેશન વિભાગ (DoT) તરફથી એડજસ્‍ટેડ ગ્રોસ રેવન્‍યુ (AGR) ના રૂ. ૭,૮૨૭ કરોડના બાકી લેણાં સંબંધિત ‘શો-કોઝ-કમ-ડિમાન્‍ડ નોટિસ' મળી છે. આ નોટિસ ટેલિકોમ ક્ષેત્રમાં ચાલી રહેલા AGR વિવાદનો એક ભાગ છે, જેમાં કંપનીઓએ સરકારને ચૂકવવાના બાકી લાયસન્‍સ ફી અને સ્‍પેક્‍ટ્રમ યુસેજ ચાર્જિસનો સમાવેશ થાય છે. આ બાબત પર કંપની દ્વારા કાનૂની સલાહ લેવામાં આવી રહી છે.

(4:41 PM IST)