<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

અનુરાગ ઠાકુરે કહ્યું- આ નવું ભારત છે, હવે ભારત ડોઝિયર નહીં પણ ડોઝ આપે છે. તે આતંકના માસ્ટર્સને શબપેટીઓ મોકલે છે

તેમણે વધુમાં કહ્યું કે, ભારત સાથે હજારો વર્ષ સુધી યુદ્ધો કરવાની વાતો કરતા પાકિસ્તાન 48 કલાક સુધી પણ આપણા હુમલાઓને સહન કરી શક્યા નહીં

નવી દિલ્હી :  લોકસભામાં આજથી શરૂ થયેલ ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, હવે ભારત ડોઝિયર નહીં પણ ડોઝ આપે છે. તે આતંકના માસ્ટર્સને શબપેટીઓ મોકલે છે. આ એક નવું ભારત છે. આતંકવાદ પ્રત્યે આપણી શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે. જ્યારે પાકિસ્તાને બીજા દિવસે આપણા ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આપણી સેનાએ તેના 11 એરબેઝ પર હુમલો કર્યો હતો  

  તેમણે વધુમાં કહ્યું કે, ભારત સાથે હજારો વર્ષ સુધી યુદ્ધો કરવાની વાતો કરતા પાકિસ્તાન 48 કલાક સુધી પણ આપણા હુમલાઓને સહન કરી શક્યા નહીં.

 

 

(9:42 PM IST)