News of Monday, 28th July 2025
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આજે નહીં લો તો ક્યારે લેશો: આતંકવાદની કમર તોડ્યાની વાત કરો છો તો ઊરી, પુલવામાં, પહેલગામ હુમલા કેમ થયા
લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકાર પર પ્રહાર કર્યા

નવી દિલ્હી : લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકાર પર પ્રહાર કરી વેધક અવલ ઉઠાવ્યા હતા
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આજે નહીં લો તો ક્યારે લેશો, પાક સ્થિત આતંકી કેમ્પ પર હુમલો કર્યો તો ઉરી, પુલવામા સમયે આપણે શું કર્યું હતું. તમે જ કહો છો કે,જરૂર પડ્યે ફરી ઓપરેશન સિંદૂર કરીશુ તો એનો અર્થ એવો થયો કે પાકિસ્તાન હજુ પણ આતંકી હુમલા કરશે તેમ લોકસભામાં બોલતા સાંસદ ગૌરવ ગોગાઈએ કહ્યું હતું.
આતંકવાદની કમર તોડી નાખ્યાની વાત કરો છો તો ઊરી, પુલવામાં, પહેલગામ થાય છે, આ બધા હુમલા માટે ગૃહપ્રધાનની નિષ્ફળતા જવાબદાર છે. તેમ કોંગ્રેસના તરુણ ગોગાઈ એ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
