<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

૨૨ એપ્રિલથી ૧૭ જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ

US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યાઃભારતે દુનિયાની સામે પાકિસ્તાનને ઉઘાડું પાડ:એસ. જયશંકર

નવી દિલ્હી, તા.૨૮

સંસદના ચોમાસું સત્રના શરૃઆતના પાંચ દિવસ ખૂબ હોબાળો રહ્યો. વિપક્ષે બિહારની મતદાર યાદીને લઈને ચાલી રહેલા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR)નો વિરોધ કર્યો. ત્યારે આજે (૨૮ જુલાઈ) સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરકારનો પક્ષ રાખ્યો છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા બોર્ડર પાર આતંકવાદને ભારતનો જવાબ ઓપરેશન સિંદૂર સુધી મર્યાદિત નહીં રહે. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા પ્રતિબંધ યથાવત્ રહેશે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો અધિકાર છે. પાકિસ્તાન સુરક્ષા કાઉન્સિલનું સભ્ય છે અમે નથી. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન અંગે જણાવ્યું કે જ્યારે તેઓ રેડ લાઈનને ક્રોસ કરી ત્યારે અમારે આકરાં પગલાં ભરવા પડ્યાં.

એસ. જયશંકરે કહ્યું કે, ભારતે પાકિસ્તાનને આખી દુનિયામાં ઉઘાડું પાડી દીધું છે. ેંદ્ગમાં સામેલ ૧૯૩ દેશોમાંથી માત્ર ત્રણ દેશ હતા જેમણે ઓપરેશન સિંદૂરનું સમર્થન નહોતું કર્યું. બાકીના દેશોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીનું સમર્થન કર્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દ્વિપક્ષીય મામલો હતો. કોઈ અન્ય દેશની દખલથી ઓપરેશન સિંદૂર રોકવામાં નથી આવ્યું, પરંતુ ડ્ઢય્સ્ર્ંના સ્તર પર પાકિસ્તાને જ પહેલ કરીને ઓપરેશન સિંદૂર રોકવાની અપીલ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ૨૨ એપ્રિલથી ૧૭ જુન સુધી વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર કોઈ વાતચીત નથી થઈ. ૯ મેના રોજ અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ ફોન કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન કોઈ હરકત કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

વિદેશ નીતિ પર વિપક્ષના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, સરકારની વિદેશ નીતિના કારણે જ અમેરિકાએ ્ઇહ્લને આતંકવાદીઓની યાદીમાં નાખી દીધું છે. ૨૬/૧૧ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા જો અમેરિકાથી ભારત આવી ગયો છે તો તે વિદેશ નીતિના કારણે જ શક્ય બન્યું છે.

જયશંકરે કહ્યું કે, પડકાર એ હતો કે પાકિસ્તાન સિક્યુરિટી કાઉન્સિલનું સભ્ય છે. સિક્યુરિટી કાઉન્સિલમાં આપણું લક્ષ્ય હતું કે આ હુમલામાં જે લોકોના જીવ ગયા છે, તેમના પરિવારોને ન્યાય મળે. ૨૨ એપ્રિલે સુરક્ષા પરિષદે કહ્યું હતું કે, તમામ સભ્ય આતંકવાદી હુમલાની નિંદા કરે છે. આ પ્રકારના આતંકવાદી હુમલા આખી દુનિયાની શાંતિ માટે ખતરો છે. જે લોકો પણ આ હુમલા માટે જવાબદાર છે, તેમને ઉઘાડા પાડવા જરૃરી છે.

(10:13 PM IST)