તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 29th July 2025
૪૦૦૦ ટન કોલસો ગાયબઃ હાઈકોર્ટે ફટકાર લગાવી
એક મંત્રીએ કહ્યું કે વરસાદને કારણે કોલસો ધોવાઈ ગયો હશે. તેની શક્યતાઓ ખૂબ ઊંચી છે

નવી દિલ્હી,તા.૨૯: મેઘાલય હાઈકોર્ટે ૪૦૦૦ ટનથી વધુ કોલસાના ગાયબ થવા બદલ રાજ્ય સરકારને ઠપકો આપ્યો. કોર્ટે કોલસાની દેખરેખ રાખનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. દરમિયાન, રાજ્યના એક મંત્રીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદને કારણે કોલસો ધોવાઈ ગયો હશે!!
સોમવારે મીડિયા સાથે વાત કરતા, આબકારી મંત્રી કિરમેન શૈલાએ કહ્યું કે, મેઘાલયમાં સૌથી વધુ વરસાદ પડે છે. વરસાદને કારણે કોલસો ધોવાઈ ગયો હશે. જોકે, આ પ્રધાને સ્પષ્ટતા કરી કે તેઓ કોલસાના ગાયબ થવાની ઘટનાને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા નથી. તેણે કહ્યું, 'હું ફક્ત વરસાદને દોષ ન આપી શકું.' આ સાચું હોઈ શકે કે ન પણ હોય, મારી પાસે ખરેખર કોઈ ચોક્કસ માહિતી નથી.
મેઘાલય હાઈકોર્ટે રાજાજુ અને ડિયેંગનાગાંવ ગામોમાંથી કોલસા ગાયબ થવા અંગે રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો અને ગેરકાયદેસર રીતે કોલસો ઉપાડનારાઓને શોધવાનો તથા કોલસાની દેખરેખ રાખનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
શૈલાએ કહ્યું, 'મારું માનવું છે કે કોઈ પણ એવું કંઈ કરવા માંગતું નથી જે રાજ્યને નુકસાન પહોંચાડે.' સરકાર દ્વારા વૈજ્ઞાનિક રીતે ખાણકામની જાહેરાત બાદ તેમણે કહ્યું કે મને આશા છે કે લોકો કાયદાનું પાલન કરશે. મારું માનવું છે કે આપણા લોકો એવું કંઈ નહીં કરે જેનાથી કોર્ટ કે કાયદાને આપણી સામે આંગળી ચીંધવાની તક મળે.
મેઘાલયમાં કોલસાના ખાણકામ અને પરિવહન પર પ્રતિબંધ ૨૦૧૪ માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા લાદવામાં આવ્યો હતો.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
