તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
ગીરની રાજવી દંતકથા સમાન જોડી : જય અને વીરૂ : હવે માત્ર યાદોમાં
આ જોડી વિખૂટી ભલે પડી, પણ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે : પરિમલ નથવાણી

ગીર સોમનાથ : ગીરના જંગલ પર શોકનું મોજું ફરી વળ્યું છે. એકાદ મહિના પહેલાં વીરુના અવસાન બાદ, આજે તેના સાથી જયનું પણ નિધન થયું છે, જેનાથી ગીરની સૌથી જાણીતી સિહ જોડી, જય અને વીરુ, કાયમ માટે વિખૂટી પડી છે.
ગુજરાત સરકારના વન વિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોએ તેમને થયેલી ઇજાઓમાંથી બહાર લાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે તેઓ સફળ રહ્યા નહીં. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ તેમના પ્રયાસો પણ ઈચ્છિત પરિણામ લાવી શક્યા નહીં.
આ અત્યંત દુઃખદ ઘટના પર વન્યજીવપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ ઊંડા શોક સાથે જણાવ્યું હતું કે, ‘‘આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વિરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો.
જય-વીરુની અદ્વૂત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.''
ગીરના હૃદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી હતી. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એકબીજાથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી.
ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝઘડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.
તેમની રહસ્યમયી ડણક, દોસ્તીના શાશ્વત પ્રતિજ્ઞાના પ્રતિક સમા સ્તુતિગાન ‘યે દોસ્તી હમ નહિં તોડેંગે, છોડેંગે દર મગર, તેરા સાથ ના છોડેંગે' ને પ્રતિબિબિત કરતી હતી. ખરેખર, જો તમે ગીરમાં ગયા હોય અને જય-વીરુને ન જોયા હોય તો તમે જંગલના આત્માને ચૂકી ગયા કહેવાય. ‘‘ગીરમાં જય-વીરુને નહીં દેખા તો કુછ નહીં દેખા'' એ કહેવત સાર્થક હતી.
ગીર હંમેશા આવી દંતકથારૂપ જોડીનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે. જય અને વીરુની વિદાયથી ગીરના વન્યજીવ સમુદાય અને પર્યટકોમાં એક મોટી ખોટ વર્તાશે, પરંતુ તેમની મિત્રતા અને સાહસની ગાથાઓ સદાય ગીરના જંગલમાં ગુંજતી રહેશે.
આમ ગીરના બે પ્રખ્યાત સિહ, જય અને વીરુ, ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા છે, જેનાથી તેમની પ્રખ્યાત જોડી તૂટી ગઈ છે. વન વિભાગ અને વનતારાના પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં. વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
જય અને વીરુની જોડીને 'શોલે' ફિલ્મના જય-વીરુ સાથે સરખાવવામાં આવતી હતી, જે તેમની અતૂટ મિત્રતા અને ગીરના વિશાળ વિસ્તાર પરના શાસનને દર્શાવે છે. તેમની ગેરહાજરી ગીરમાં મોટી ખોટ વર્તાવશે, પરંતુ તેમની વાર્તાઓ અને ભાઈબંધી હંમેશા જીવંત રહેશે.
સાહસ અને નિર્ભયતા
તેમની વીરતા અને સાહસની અનેક કથાઓ વન્યજીવ પ્રેમીઓમાં પ્રચલિત હતી. ‘વારસો : ધરમ-વીરની જેમ, જય અને વીરુ પણ ગીરના ઇતિહાસમાં અમર રહેશે, તેમની ભાઈબંધીની ગાથા હંમેશા ગુંજતી રહેશે.'
સર્વોચ્ચ મિત્રતા
તેમની જોડીએ અનોખી ભાઈબંધીનું પ્રતીક હતું, જેણે ગીરના વિશાળ વિસ્તાર પર શાસન કર્યું. ‘આકર્ષણનું કેન્દ્ર : દેશ-વિદેશના પર્યટકો અને વડાપ્રધાન સહિતના મહાનુભાવો માટે તેઓ ગીરના મુખ્ય આકર્ષણ હતા.'
નરેન્દ્રભાઈએ પણ જય અને વીરૂની રાજસ્વી જોડીને નિહાળી હતી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
