<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત : 1 ઓગસ્ટથી અમલમાં આવશે

ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર દંડની પણ જાહેરાત કરી છે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આ નિર્ણય 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે બુધવારે સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ પર આ જાહેરાત કરી અને કહ્યું કે અમેરિકા 1 ઓગસ્ટથી ભારતમાંથી આયાત થતા ઉત્પાદનો પર 25 ટકા વધારાનો ટેરિફ લાદશે. ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર દંડની પણ જાહેરાત કરી છે.

    ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં, ટ્રમ્પે લખ્યું કે મિત્ર હોવા છતાં, ભારત અને અમેરિકા વચ્ચે બહુ ઓછો વેપાર થયો છે. ટ્રમ્પે લખ્યું, “યાદ રાખો, ભારત અમારો મિત્ર છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેઓ ખૂબ ઊંચા ટેરિફ લાદે છે. તેમની પાસે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ છે અને ભારતમાં વિશ્વના કોઈપણ દેશ કરતાં સૌથી મુશ્કેલ ટ્રે઼ડ બેરિયર્સ છે.”  

 

(6:41 PM IST)