<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

માત્ર ટેરીફ વધારો નહીં પરંતુ પેનલ્ટી પણ વસૂલ કરશે અમેરિકા: ૧ ઓગસ્ટથી ૨૫% ટેરિફ અને રશિયા પાસેથી તેલ સહિતની ખરીદી બદલ ભારત પાસેથી પેનલ્ટી પણ વસૂલવામાં આવશે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનોથી ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વધવાની શક્યતા:ભારત સાથે "વિશાળ વેપાર ખાધ" (મેસિવ ટ્રેડ ડેફિસિટ)ને ઘટાડવા માટે અને ભારતીય બજારોમાં અમેરિકી ઉત્પાદનોને વધુ પ્રવેશ મળે તે માટે ટ્રમ્પ દ્વારા આકરા પગલાં લેવાનું શરૂ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ અને ડોનાલ્ડ ટ્રમ્પે  કહ્યું છે કે, ભારત પર ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી ૨૫% ટેરિફ (જકાત) લાગુ પડશે, અને તેની સાથે વધારાની પેનલ્ટી (દંડ) પણ વસૂલવામાં આવશે. ટ્રમ્પના આ નિવેદનો ભારત-અમેરિકાના વેપાર સંબંધો અને ભૌગોલિક રાજકીય સમીકરણો પર ગંભીર અસર કરી શકે છે.

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભારત રશિયા પાસેથી ખરીદી કરી રહ્યું છે તે બદલ તેને પેનલ્ટી ચૂકવવી પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમેરિકાને ભારત સાથે "વિશાળ વેપાર ખાધ" (મેસિવ ટ્રેડ ડેફિસિટ) નો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાધને ઘટાડવા માટે અને ભારતીય બજારોમાં અમેરિકી ઉત્પાદનોને વધુ પ્રવેશ મળે તે માટે તેઓ કડક પગલાં લેવા તૈયાર છે. ટ્રમ્પે જણાવ્યું કે, આ પેનલ્ટી અને નવા ટેરિફ ૧ ઓગસ્ટથી જ અમલમાં આવશે.

આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘણા દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે. જોકે, ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો અને સંરક્ષણ સંબંધિત ખરીદીઓ માટે રશિયા સાથેના સંબંધો જાળવી રહ્યું છે, જે અમેરિકાને પસંદ નથી. 

ટ્રમ્પના પ્રથમ શાસનકાળ દરમિયાન પણ વેપાર અને ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. હવે ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા છે ત્યારે ભારત પર વેપાર અને રશિયા સાથેના સંબંધોને લઈને સતત દબાણ વધારવાના પગલાંઓ લઇ રહયા છે.

આમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ આંકરા પગલાઓ, ભારત-અમેરિકાના વેપાર અને ભૌગોલિક રાજકીય સંબંધોમાં નવા ભૂકંપ આવી રહ્યાનો સંકેત આપે છે.

(7:09 PM IST)