હિટ એન્ડ રનના કેસમાં જાણીતી એક્ટ્રેસની ધરપકડ
૨૧ વર્ષીય વિદ્યાર્થીનું થયું હતું મોતઃગુવાહાટીમાં ૨૫ જુલાઈએ થયેલા હીટ એન્ડ રન કેસમાં જાણીતી આસામની અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ

ગુવાહાટી, તા.૩૦
ગુવાહાટીમાં ૨૫ જુલાઈએ થયેલા હીટ એન્ડ રન કેસમાં જાણીતી આસામની અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે અંદાજે દોઢ વાગે નંદિનીને ગુવાહાટીથી ધરપકડ કરી હતી. હવે અભિનેત્રીને કોર્ટમાં રજૂ કરાશે. જણાવી દઈએ કે ગઈકાલે અભિનેત્રીને કસ્ટડીમાં લાવવામાં આવી હતી. એકટ્રસ પર આરોપ છે કે તેને વિદ્યાર્થીને પોતાની કારથી કચડીને ફરાર થઈ ગઈ હતી.
૨૫ જુલાઈની રાત્રે અંદાજે ૩ વાગ્યે ગુવાહાટીના દક્ષિણ ગામ વિસ્તારમાં ૨૧ વર્ષના સમીઉલ નામનો વિદ્યાર્થી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. સમીઉલ નલબાડી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સાથે તે ગુવાહાટી મ્યુનિસિપલ કાઉન્સિલમાં કામચલાઉ ધોરણે કામ કરતો હતો. રિપોર્ટ્સ પ્રમાણે તે કામ કરી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તા પર પૂરપાટ ઝડપે આવતી SUVએ તેને ટક્કર મારી હતી. અમુક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે SUV નંદિની કશ્યપ ચલાવી રહી હતી.
આ ઘટના બાદ ગુવાહાટી પોલીસે આ મામલે તપાસ કરી. મોડી રાત્રે અભિનેત્રીને ડિટેઈન કરી અને લાંબા સમય સુધી તેની પૂછપરછ કરી. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે તે દુર્ઘટના સમયે તે નશામાં હતી કે નહીં. પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર નંદિની પર ભારતીય દંડ સંહિતાની ધારા ૨૭૯(બેદરકારીપૂર્વક વાહન ચલાવવી) અને 304A (બેદરકારીથી મોત) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે સમીઉલ હકનો અકસ્માત થયા બાદ તેને સૌથી પહેલા ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઇ આવ્યા અને હાલત વધારે બગડતા તેને એપોલો હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં ચાર દિવસ પછી ૨૯ જુલાઈ તેનુ મોત નીપજ્યું. પોલીસે જણાવ્યું કે તેમને ઝ્રઝ્ર્ફ ફૂટેજ મળી ગયા છે અને પોલીસે નંદિની કશ્યપની બે કાર પણ જપ્ત કરી છે. બંને કારને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
