News of Thursday, 31st July 2025
કાલથી યુપીઆઈનો ઉપયોગ માટે નવા નિયમો ગ્રાહક દિવસમાં ત્રણ વાર ટ્રાન્ઝેક્શન ફેઈલઃ ૨૫ વાર બેલેન્સ ચેક કરી શકશે
નિયમોનું પાલન નહીં કરનારા વપરાશકારોના નાણા વ્યવહાર બ્લોક પણ થઈ શકે છે

નવી દિલ્હી તા.૩૧: યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન ફેઈલ ગયું છે કે નહિ તેની દિવસમાં માત્ર ત્રણવાર જ ચકાસણી કરી શકાશે. એકવાર ચેક કર્યા પછી બીજીવાર ચેક કરવા માટે વપરાશકારે નેવું સેકન્ડ સુધી રાહ જોવી પડશે. તમારા ટ્રાન્ઝેક્શન ફેઈલ ગયા છે કે નહિ તેની ચકાસણી કરવા માટે તમે વારંવાર રિફેશ બટન દબાવ્યા કરશો તો તમને તમારા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાની વિગતો મેળવવામાં વધુ તકલીફ પડશે. આ સિસ્ટમ વધુ સરળતાથી કામ કરે તે માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
યુનિફાઈડ ઇન્ટરફેસ-યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ પર બેલેન્સ ચેક કરવા માટે આવતી ફાલતુ રિક્વેસ્ટ પહેલી ઓગસ્ટથી સ્વીકારવામાં આવશે નહિ. બેલેન્સ ચેક કરવા પર મર્યાદા મૂકી દેવામાં આવી છે. યુપીઆઈની એક એપ પર દિવસમાં માત્ર ૨૫ વાર જ બેલેન્સ કેચ કરી શકાશે. અત્યારે દિવસમાં ૫૦ વાર બેલેન્સ ચેક કરી શકાય છે. જૂની વારંવાર બેલેન્સ ચેક કરી આપવાની રિક્વેસ્ટને કારણે યુપીઆઈના વહેવારોની ગતિ મંદી પડી જતી હોવાથી આ પગલું લીધું છે.
યુપીઆઈની પેમેન્ટ સિસ્ટમમાં ઓટો પ્લે માટેનો અલગ ટાઈમ સ્લોટ મળશેઃ બિલ, સબસ્ક્રિપ્શન અથવા તો ઇન્વેસ્ટમેન્ટ માટેના ઓટો પ્લે માટે વપરાશકારોએ અલગ ટાઈમ સ્લોટ પસંદ કરવો પડશે. પીક અવર્સમાં ઓટો પ્લે બિલ મળશે નહિ. તેમ જ સબસ્ક્રિપ્શનની સુવિધા વહેલી સવારે મળશે. બપોરે અને મોડી રાત્રે આ સુવિધા મળશે નહિ. તેનાથી સર્વર ધીમું પડી જતાં હોવાથી ઉપરોક્ત ત્રણ ટાઈમ સ્લોટમાં ઉપર જણાવેલી ત્રણ સુવિધાઓ મળશે નહિ. પરિણામે સામાન્ય પેમેન્ટ ઝડપથી થઈ શકશે.
યુપીઆઈનો ઉપયોગ કરવા માટેના નિયમનું ચુસ્ત પાલન ન કરવામાં આવે તો એનપીસીઆઈ તમારા ટ્રાન્ઝેક્શન બ્લોક કરી શકે છે. તમને કેટલીક સેવાઓથી વંચિત કરી દેવામાં આવે તેવી સંભાવના છે. સમગ્ર સિસ્ટમને સ્થિર રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. તેને પરિણામે સિસ્ટમમાં નવા વપરાશકારોનો ઉમેરો કરી શકાશે. સિસ્ટમ એકદમ સ્લો ન થઈ જાય તે માટેની તકેદારી રૂપે આ પગલાં લેવાયા છે. સિક્યોરિટી માટેના નિયમોનો તો ૩૦મી જૂનથી જ અમલ ચાલુ કરી દેવામાં આવ્યો છે. યુપીઆઈની પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી થતાં પેમેન્ટને સમર્થન આપતા પહેલા નાણાં મોકલનારનું નામ નાણાં રીસિવ કરનાર જોઈ શકશે. તેને પરિણામે ખોટા પેમેન્ટ થતાં અટકી જશે. તેમ જ સિસ્ટમનો વપરાશ કરનારા ગ્રાહક સાથે કોડ થતાં ઓછા થઈ જશે. આ નિયમોને કારણે સિસ્ટમમાં વિલંબ થતો અટકી જશે
યુનિફાઈડ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ(યુપીઆઇ)ના ટૂંકા નામથી ઓળખાતી પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને આજકાલ યુવાનો મોટાભાગના પેમેન્ટ કરે છે. તેની પાસે રોકડા હાથમાં કે પર્સમાં હોતા જ નથી. તેઓ તમામ કામગીરી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી જ ચલાવી રહ્યા છે. તેમના આ વલણને હોટલના, ચાની લારીના, મિત્રો સાથે ફિલ્મ જોવા માટેની ટિકીટના કે પછી બસમાં કે ઓલા, ઉબેર અને રેપિડો જેવી ટેક્સિ રિક્ષા સર્વિસનો ઉપયોગ કર્યા પછીના પેમેન્ટ યુપીઆઈના માધ્યમથી જ કરવામાં આવી રહ્યા છે. પહેલી ઓગસ્ટથી અમલમાં મૂકવાના નવા નિયમો તૈયાર કર્યા છે. યુપીઆઈ સિસ્ટમ પરનો બોજ હળવો કરવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.(૩૮.૧૫)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
