<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે?

 

નવી દિલ્‍હીઃ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લાદવાના નિવેદન પર ભારત સરકારે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. સરકારે જણાવ્‍યું કે તેણે આ નિવેદનની નોંધ લીધી છે અને તેના પરિણામોનો ગંભીરતાથી અભ્‍યાસ કરી રહી છે. ભારતે પુનરોચ્‍ચાર કર્યો કે તે અમેરિકા સાથે વાજબી, સંતુલિત અને પરસ્‍પર લાભદાયી દ્વિપક્ષીય વેપાર કરાર માટે છેલ્‍લા કેટલાક મહિનાઓથી વાટાઘાટો કરી રહ્યું છે અને આ ઉદ્દેશ્‍ય માટે પ્રતિબદ્ધ છે. સરકારે ખાતરી આપી કે તે દેશના ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને પ્‍લ્‍પ્‍ચ્‍ ના હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપશે અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.ભારત સરકારની આ પ્રતિક્રિયા દર્શાવે છે કે તે ટ્રમ્‍પના નિવેદનથી ડરી નથી, પરંતુ વ્‍યૂહાત્‍મક રીતે તેનો સામનો કરવા માટે તૈયાર છે. આગામી સમયમાં, ભારત અને અમેરિકા વચ્‍ચેની વાટાઘાટો નિર્ણાયક ભૂમિકા ભજવશે. જો વાટાઘાટો સફળ નહીં થાય, તો ભારત પણ અમેરિકન ઉત્‍પાદનો પર વળતા ટેરિફ લાદી શકે છે, જેનાથી બંને દેશો વચ્‍ચે વેપાર યુદ્ધ વધુ તીવ્ર બની શકે છે. હાલની પરિસ્‍થિતિ જોતા, આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજદ્વારી અને આર્થિક ગતિવિધિઓ જોવા મળશે.

(11:42 AM IST)