પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીનું અમેરિકામાં ભવ્ય સન્માન : BAPS સંતને કોંગ્રેસ, ગવર્નરો અને મેયરો દ્વારા બિરદાવવામાં આવ્યા!
જુલાઈ ૨૦૨૫ દરમિયાન આધ્યાત્મિક વિકાસ, માનવતા કલ્યાણ અને સમાજ સેવા માટે આપેલા અસાધારણ યોગદાન બદલ અમેરિકાના વિવિધ રાજ્યો અને શહેરોના શાસકો દ્વારા વિશેષ સન્માન પત્ર અને જાહેરનામાઓ એનાયત

રાજકોટ, તા. ૩૧ જુલાઈ, ૨૦૨૫: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આદરણીય સંત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને જુલાઈ ૨૦૨૫ દરમિયાન અમેરિકાના વિવિધ રાજ્યો અને શહેરોના શાસકો દ્વારા વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની આધ્યાત્મિક સેવાઓ, માનવતાના કલ્યાણ માટેના યોગદાન અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસોને બિરદાવતા આ સન્માનો એનાયત કરવામાં આવ્યા હતા.
યુએસ કોંગ્રેસથી લઈને સ્થાનિક મેયર સુધીના સન્માનો:
પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીના યોગદાનને અમેરિકાના સર્વોચ્ચ ધારાસભ્યોથી લઈને સ્થાનિક સ્તરના વહીવટી વડાઓ સુધી સૌએ સ્વીકારીને તેમનું ગૌરવ કર્યું હતું.
* યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની કોંગ્રેસનલ માન્યતા: કોંગ્રેસના સભ્ય માન. સુહાસ સુબ્રમણિયમ દ્વારા "આત્મિક વિકાસ માટેની અસાધારણ સેવા માટે" પૂજ્ય સ્વામીશ્રીને કોંગ્રેસનલ માન્યતા પત્ર અર્પણ કરવામાં આવ્યો.
* ડેલાવેર રાજ્યના ગવર્નરનો જાહેરનામું: ડેલાવેર રાજ્યના ગવર્નર મૅથ્યુ મેયર દ્વારા પૂજ્ય સ્વામીશ્રીને "લોકોના અંગત અને વ્યાવસાયિક જીવનને સુધારવા માટે પ્રાયોગિક માર્ગદર્શન આપવા બદલ" જાહેરનામું બહાર પાડી સન્માનિત કરાયા.
* ન્યૂ જર્સી રાજ્યના સેનેટરનો જાહેરનામું: ન્યૂ જર્સી રાજ્યના સેનેટર પેટ્રિક ડાઈગનેન દ્વારા "શાશ્વત મૂલ્યોના સમર્પિત દૂત તરીકેની ભૂમિકા માટે" જાહેરનામું બહાર પાડી તેમની સેવાઓને બિરદાવવામાં આવી.
* મેસેચ્યુસેટ્સના હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા સન્માન: મેસેચ્યુસેટ્સના હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર રોનાલ્ડ મેરિયાનો તથા સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ રૉડની એલિયટ દ્વારા "માનવતાના કલ્યાણ અને સૌહાર્દ માટેના અદ્વિતીય યોગદાન બદલ" તેમનું સન્માન કરાયું.
* વર્જિનિયા સેનેટના અભિનંદન: વર્જિનિયા સેનેટના સેનેટર કન્નન શ્રીનિવાસન દ્વારા "સમાજ સેવા માટેના નિષ્ઠાપૂર્વકના યોગદાન બદલ" પૂજ્ય સ્વામીશ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા.
* સેનેટર જે. ડી. “ડૅની” ડિગ્સ દ્વારા સન્માન: સેનેટર જે. ડી. “ડૅની” ડિગ્સે "સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવાની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા બદલ" પૂજ્ય સ્વામીશ્રીનું સન્માન કર્યું.
* લોઅલ શહેર, મેસેચ્યુસેટ્સ, મેયર દ્વારા સન્માન: લોઅલ શહેરના મેયર ડેનિયલ રૌર્ક દ્વારા "વિશિષ્ટ વિચારોના માર્ગદર્શક તરીકે નોંધપાત્ર યોગદાન બદલ" પૂજ્ય સ્વામીશ્રીને સન્માનિત કરવામાં આવ્યા.
* હેમ્પટન શહેરના મેયર દ્વારા સન્માન: હેમ્પટન શહેરના મેયર જેમ્સ એ. ગ્રે જુનિયર દ્વારા "વિશ્વભરમાં મન અને હૃદયને સ્પર્શી ગયેલા વિચારશીલ વિચાર વિમર્શ બદલ" પૂજ્ય સ્વામીશ્રીનું સન્માન કરાયું.
* ન્યૂપોર્ટ ન્યૂઝ, વર્જિનિયા શહેરના મેયરનો જાહેરનામું: ન્યૂપોર્ટ ન્યૂઝ, વર્જિનિયા શહેરના મેયર ફિલિપ જોન્સ દ્વારા "જીવનમાં સુધારો લાવવા માટેના ઉલ્લેખનીય સેવા અને અડગ પ્રતિબદ્ધતા બદલ" જાહેરનામું બહાર પાડી સન્માનિત કરાયા.
આ સન્માનો પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીની વૈશ્વિક સ્તરે માનવ મૂલ્યો અને આધ્યાત્મિકતાના પ્રસાર માટેની અથાક સેવાઓનું પ્રતિબિંબ છે. તેમની પ્રેરણાદાયી વાણી અને કાર્યોથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે, જેની નોંધ અમેરિકાના ઉચ્ચ સ્તરે પણ લેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
