News of Thursday, 31st July 2025
૧૦ વર્ષની બાળકીના પેટમાંથી અડધો કિલો વાળનું ગૂંચળું નીકળ્યું

અમરાવતી, તા.૩૧: અમરાવતીની ૧૦ વર્ષની બાળકીના પેટમાંથી ડૉક્ટરોએ આશરે અડધો કિલો વાળનું ગૂંચળું કાઢયું છે. બાળકીનું ઑપરેશન કરનાર ડૉ.ઉષા ગજભિયેએ જણાવ્યું હતું કે બાળકીને લાંબા સમયથી વાળ ખાવાની આદત હતી. બાળકીને ૨૦ દિવસ અગાઉ હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. છેલ્લા પાંચ-છ મહિનાથી બાળકીને ઊલટી થવી, ભૂખ ન લાગવી અને વજન ઘટવાની ફરિયાદ હતી. ડૉક્ટરે તપાસ કર્યા બાદ બાળકીના પેટમાં વાળ હોવાનું જણાયું હતું. ત્યાર બાદ બાળકીને પૂછતાં તેણે કહ્યું હતું કે તેને લાંબા સમયથી વાળ ખાવાની આદત છે. ડૉક્ટરે થોડા દિવસ અગાઉ ઑપરેશન કરીને લગભગ અડધો કિલો વાળનું ગૂંચળું બાળકીના પેટમાંથી કાઢયું હતું. હવે બાળકીને કોઈ મુશ્કેલી નથી અને તે ખોરાક પણ બરાબર લઈ શકે છે. થોડા દિવસમાં બાળકીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે એમ ડૉ.ઉષા ગજભિયેએ જણાવ્યું હતું.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
