News of Thursday, 31st July 2025
પહેલગામ હુમલા મામલે ભારતે ઉઘાડુ પાડતા પાકિસ્તાન રઘવાયુ
પાક.ના વિદેશ મંત્રાલયે ભારતના અધિકારીઓ પર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી, તા.૩૧: લોકસભામાં ભારત સરકારના નિવેદન પછી, પાકિસ્તાન ફરીથી ધમકી પર ઉતરી આવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકારે ભારતીય સંસદમાં ચર્ચા દરમિયાન લગાવેલા આરોપોને ‘પાયાવિહોણા' ગણાવ્યા છે. એટલું જ નહીં, પાકિસ્તાને ભારતીય અધિકારીઓને આડકતરી રીતે ચેતવણી પણ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી.
મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, દુનિયા જાણે છે કે ભારતે પહેલગામ હુમલા અંગે કોઈ પુરાવા કે વિશ્વસનીય તપાસ વિના પાકિસ્તાન પર હુમલો કર્યો.ભારત તેની કોઈપણ વ્યૂહાત્મક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું. બીજી તરફ, ભારતીય લડાકુ વિમાનો અને લશ્કરી ઠેકાણાઓને નષ્ટ કરવામાં પાકિસ્તાનની સફળતા એક નિર્વિવાદ સત્ય છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકારના નિવેદનમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતીય અધિકારીઓએ તેમના સશષા દળોને થયેલા નુકસાનને સ્વીકારવું જોઈએ. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે ક ઁયુદ્ધવિરામ નક્કી કરવામાં ત્રીજા પક્ષની ભૂમિકાને પણ સ્વીકારવી જોઈએ. ખાસ વાત એ છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી ચૂકયા છે કે તેમણે વેપાર દ્વારા બંને દેશો વચ્ચેના સંઘર્ષને અટકાવ્યો છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો, અને એ પણ સ્પષ્ટ કર્યું કે વિશ્વના કોઈ પણ નેતાએ ભારતને ઁઓપરેશન સિંદૂરઁ બંધ કરવા કહ્યું નથી. વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ ઓપરેશન દરમિયાન આખી દુનિયાએ તેનું સમર્થન કર્યું, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટીએ સૈનિકોની બહાદુરીનું સમર્થન કર્યું નહીં.ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવાના અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાઓ અને આ અંગે વિપક્ષી પાર્ટીઓના પ્ર‘ોની પળષ્ઠભૂમિમાં તેમણે કહ્યું કે, ૅદુનિયાના કોઈ પણ નેતાએ અમને ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું નથી.ૅ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે ભારતીય સેનાએ ૨૨ એપ્રિલના આતંકવાદી હુમલાનો બદલો ૨૨ મિનિટમાં, પૂર્વનિર્ધારિત લક્ષ્ય સાથે અને પૂર્વનિર્ધારિત કાર્યવાહી અનુસાર લીધો.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
