<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રને વઘુ વેગ મળે તેવા સરકારના પ્રયાસ : ઓમર અબ્દુલા

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું - અમે ઈચ્છીએ છીએ કે, એકવાર જમ્મુ કાશ્મીર આવેલ વ્યક્તિ વારંવાર જમ્મુ કાશ્મીરમાં આવે

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્ર માટે છેલ્લા 35-40 વર્ષથી મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ મહત્વના છે. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રને વઘુ વેગ મળે તેવા સરકારના પ્રયાસ હોવાનું મુખ્યમંત્રી  ઓમર અબ્દુલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગંડોલા ખાતે અમે કેટલાક પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ. જમ્મુ કાશ્મીર બધા જ ક્લાસના લોકો માટે છે, તમે કઈ કેેટેગરીની હોટલમાં રોકાવવા માંગો છો એ તમારે નક્કી કરવું છે. 

 જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે, એકવાર જમ્મુ કાશ્મીર આવેલ વ્યક્તિ વારંવાર જમ્મુ કાશ્મીરમાં આવે. પહેલગામ આતંકી હુમલા અંગે, ઓમર અબ્દુલાએ કહ્યું કે, ટેરરિસ્ટને મારી નાખવામાં આવ્યા છે, પણ લોકોમાં હજુ પણ એવો ડર છે કે હાલમાં પણ આતંકીઓ ત્યાં છે તો કેવી રીતે જવું. સિક્યુરિટી ફોર્સ દ્વારા કામગીરી ચાલુ છે અને એન્કાઉન્ટરમાં જે ટેરરિસ્ટ માર્યા ગયા છે એ દૂર જંગલોમાં છે સેન્ટર ઓફ ધ સિટીમાં નહીં.  અમે સિક્યુરિટી વધુ ચોક્કસ કરીને અન્ય ટુરિસ્ટ પ્લેસ ઓપન કરવા જઈ રહ્યા છીએ.હું પણ જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમને લઈને ચોક્કસ ના હોઉ ત્યાં સુધી એનો પ્રચાર પણ ના કરું.

(6:45 PM IST)