News of Sunday, 3rd August 2025
આજે દેશભરમાં નેટ પીજી પરીક્ષાઃ ગુજરાતના 13 હજારથી વધુ ઉમેદવારો
સુપ્રીમના આદેશના પગલે એક જ સ્ટેશનમાં સવારે ૯ થી ૧રઃ૩૦ સુધી એકઝામ યોજાઇ

અમદાવાદઃ આજે દેશભરમાં NEET PGની પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં 13 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. જે રાજ્યના 18 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, આ વખતે પરીક્ષા એક જ સેશનમાં સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાઇ છે. આ કમ્પ્યૂટર આધારિત પરીક્ષામાં 200 બહુવિકલ્પી પ્રશ્નો હશે, જેનું કુલ 800 માર્ક્સ હશે.
દર વર્ષે બે લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે. ઉમેદવારોએ 26,699 ડોક્ટર ઓફ મેડિસિન (MD), 13886 માસ્ટર ઓફ સર્જરી (MS) અને 922 PG ડિપ્લોમા બેઠકો પર પ્રવેશ માટે NEET PG પરીક્ષા પાસ કરવી પડશે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
