<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

યુપીના ઇટીયાથોક ગામ પાસે શ્રધ્‍ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં ખાબકીઃ 11ના મોત

શ્રાવણ માસ નિમિતે ભાવીકો પૃથ્‍વીનાથ મંદિરે જઇ રહ્યા હતાઃ ચાર લોકોને બચાવાયા

નવી દિલ્‍હીઃ છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓના સમાચાર પ્રકાશિત થઈ રહ્યાં છે. ત્યારે હવે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના બની છે. જેમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં પલટી જતાં 11 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે.

આજે  સવારે પૃથ્વીનાથ મંદિર જઈ રહેલા ભક્તોથી ભરેલી એક બોલેરો પલટી ગઈ હતી. આ ભક્તો શ્રાવણ માસ હોવાથી ભોળેનાથ મંદિરે જળાભિષેક કરવા જઈ રહ્યા હતા. ત્યારે દુર્ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હાલ પોલીસ અને તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હીથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં 15 લોકો સવાર હતા. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇતિયાથોક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કેજી રાવે જણાવ્યું હતું કે, નહેરમાંથી 11 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

એવું કહેવાય છે કે મોતીગંજ પોલીસ સ્ટેશનના સિહાગાંવના રહેવાસી પ્રહલાદ ગુપ્તા તેમના પરિવાર અને મિત્રો સાથે બોલેરોમાં પૃથ્વીનાથ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે પરસરાય અલાવલ દેવરિયા રોડ પર રેહરા ગામમાં સરયુ નહેર પુલ પાસે બોલેરોએ કાબુ ગુમાવ્યો અને નહેરમાં ખાબકી હતી.

(12:57 PM IST)