News of Monday, 4th August 2025
અનિરુદ્ધાચાર્યના પિતાએ પોતાના જ દીકરા પર લગાવ્યો ગંભીર આરોપ
ધર્મનગરી વૃંદાવન હાલ ખૂબ ચર્ચામાં છેઃ વીડિયો બનાવી મોદી-યોગી પાસે માગી મદદ

મથુરા તા.૪: ધર્મનગરી વૃંદાવન હાલ ખૂબ ચર્ચામાં છે. વૃંદાવનના પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્ય, પછી પ્રેમાનંદ મહારાજ અને ત્યાર બાદ સાધ્વી ઋતંભરાના વિવાદિત નિવેદન પર આક્રોશ અને સમર્થનનો વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનિરુદ્ધાચાર્યના પિતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં તે કહી રહ્યાં છે કે, તે આશ્રમના લોકો તેને સતત પરેશાન કરી રહ્યાં છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સામે પોતાની પીડા રાખતો જોવા મળી રહ્યાં છે. તેમાં તે પોતાની સાથે થઈ રહેલી હેરાનગતિ સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.
અનિરુદ્ધાચાર્યના પિતા તરફથી બનાવવામાં આવેલો આ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે, તમામ લોકોને ભોજન કરાવનાર, વિધવા નિરાશ્રિત માતાઓની સેવા કરનાર અને ગૌ સેવાનો દાવો કરનાર કથાવાચક અનિરુદ્ધાચાર્યના પિતા જ જ્યારે ગૌરી ગોપાલ આશ્રમમાં પીડિત છે અને તેને પોતાના જ આશ્રમના લોકો હેરાન કરી રહ્યાં છે તો, ત્યાં રહેતા અન્ય લોકોની શું સ્થિતિ હશે?
વીડિયો વાયરલ થયા પછી લોકો સવાલ કરતા માગ કરી રહ્યાં છે કે, પોલીસે આ મામલે અનિરુદ્ધાચાર્યની પૂછપરછ કરી નિવેદન નોંધવું જોઈએ, જેથી તમામ હકીકત સામે આવી શકે. આશ્રમમાં રહેતી વિધવા નિરાશ્રિત માતાઓને પણ પૂછપરછ થવી જોઈએ જેથી આશ્રમની હકીકત ઉજાગર થઈ શકે. હાલ અનિરુદ્ધાચાર્ય વિદેશમાં છે અને ૫ ઓગસ્ટ બાદ તે ભારત પરત આવે તેની વાત થઈ રહી છે. હવે જોવું રહ્યું કે, કથાવાચક અનિરુદ્ધાચાર્ય પોતાના પિતાના આરોપો પર શું સ્પષ્ટતા આપે છે.(૩૮.૪)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
