<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

હે પ્રભુ...ભગવાનને પામવા મહિલાએ પાંચમાં માળેથી છલાંગ લગાવી

સુસાઇડ નોટ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

 

હૈદરાબાદ તા.૪: હૈદરાબાદના હિમાયતનગર વિસ્‍તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ૪૩ વર્ષીય મહિલા પૂજા જૈને બિલ્‍ડીંગના પાંચમા માળેથી છલાંગ લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. મહિલાનો પતિ અરુણ કુમાર જૈન ઓફિસે હતો અને પાછળથી તેની પત્‍નીએ આત્‍મહત્‍યા કરી લીધી હતી. જણાવાઈ રહ્યું છે કે, પૂજા છેલ્‍લા કેટલાક દિવસોથી આધ્‍યાત્‍મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં લીન હતી.

ઘટના બાદ જ્‍યારે પોલીસ ઘટના સ્‍થળે પહોંચી, તો તેઓને એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં લખ્‍યું હતું કે, તે ઈશ્વરને મળવા માટે આત્‍મબલિદાન આપી રહી છે. સુસાઇડ નોટમાં તેણે સ્‍પષ્ટ કર્યું કે, આ પગલું તેણે સંપૂર્ણ આસ્‍થા અને શ્રદ્ધા સાથે લીધું છે, જેથી તે પ્રભુની નજીક પહોંચી શકે.

પડોસીઓ અનુસાર, પૂજા છેલ્‍લા કેટલાક દિવસથી ધ્‍યાન, પૂજા - પાઠ અને ધાર્મિક ગ્રંથોના અધ્‍યયનમાં રસ લેવા લાગી હતી. તે હંમેશા કહેતી હતી કે તેને હવે સાંસારિક જીવનથી મુક્‍તિ જોઈએ છે અને પ્રભુના શરણમાં જવું છે.

બીજી બાજુ, પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્‍ટમોર્ટમ માટે મોકલ્‍યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. હાલ કોઈ પ્રકારના કાવતરા કે માનસિક બિમારીની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી નથી, પરંતુ પોલીસ દરેક એન્‍ગલની તપાસ કરી રહી છે.(૩૮.૯)

 

 

 

 

 

 

(10:01 AM IST)