News of Monday, 4th August 2025
મોબાઈલ નંબર વેલિડેટ કરવાનો નિયમ લાવવા તૈયાર
સાયબર સુરક્ષાઃ એપ ડાઉનલોડની ખરાઈ થશેઃ લોકોએ દેવા પડશે પૈસા : સરકાર એવો નિયમ લાવવા જઈ રહશી છે જેની અમીર દેશના ૧૨૧ કરોડ મોબાઈલ-ગ્રાહકો-ડિજિટલ બિઝનેસ પર પડશેઃ મોબાઈલ નંબર કાયદેસર છે કે નહિ એ જણાવવા માટે બનશે તે પ્લેટફોર્મ: મોબાઈલ ફોન થકી થઈ રહેલી સાયબર છેતરપીંડીથી લોકોને બચાવવાનો હેતુઃ જે લાગુ થશે તો લોકો થશે પરેશાનઃ ડિએક્ટીવ થઈ શકે છે મોબાઈલ નંબર

નવી દિલ્હી,તા.૦૪: સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા માટે, કેન્દ્ર સરકાર એક નવો નિયમ લાવવા જઈ રહી છે, જેની અસર દેશના લગભગ ૧૨૧ કરોડ મોબાઇલ ગ્રાહકો અને ડિજિટલ વ્યવસાય પર પડી શકે છે. સરકાર ટેલિકોમ સાયબર સુરક્ષા નિયમો ૨૦૨૪ માં ફેરફાર કરી રહી છે. આ અંતર્ગત, સરકાર મોબાઇલ નંબરોને ચકાસવા (માન્ય) કરવા માટે પેઇડ સેવા શરૂ કરશે. બેંકો, અન્ય સંસ્થાઓ અને એપ્લિકેશન કંપનીઓએ એપ ડાઉનલોડ અને સેવા માટે ચૂકવણી કરીને ટેલિકોમ્યુનિકેશન વિભાગના મોબાઇલ નંબર વેલિડેશન (MNV) પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોના મોબાઇલ નંબરોને માન્ય કરાવવા પડશે. બેંકો અને અન્ય સરકારી સંસ્થાઓએ ડાઉનલોડ અને સેવાના ઉપયોગ પર માન્યતા કરાવવા માટે દોઢ રૂપિયા અને ખાનગી કંપનીઓએ ત્રણ રૂપિયા ચૂકવવા પડશે. હાલમાં પરિસ્થિતિ સ્પષ્ટ નથી પરંતુ ભવિષ્યમાં આ રકમ વપરાશકર્તા પાસેથી વસૂલ કરી શકાય છે. સંચાર મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડ્રાફટ નિયમો પર સરકારને હિસ્સેદારો તરફથી સૂચનો અને વાંધા મળ્યા છે. આ અંગે આગળ નિર્ણય લેવામાં આવશે.
સરકારે સ્પષ્ટ કર્યું નથી કે દરેક મોબાઇલ વપરાશકર્તા માટે પોતાનો નંબર માન્ય કરાવવો જરૂરી રહેશે કે નહીં, પરંતુ ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (IMAI) કહે છે કે ડ્રાફટની જોગવાઈઓ અનુસાર, બધા વપરાશકર્તાઓ, ડિજિટલ પ્લેટફોર્મ અથવા સેવાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે.
જે પરિવારો ફક્ત એક જ ફોનનો ઉપયોગ કરે છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારના જુદા જુદા સભ્યો ફોનનો ઉપયોગ અલગ અલગ હેતુઓ માટે કરે છે, જો પ્ફસ્ પ્લેટફોર્મ ફોન નંબરને 'શંકાસ્પદ' જાહેર કરે છે, તો દરેકનું કામ બંધ થઈ શકે છે.
સરકાર મોબાઇલ નંબરોને માન્ય કરવા માટે પેઇડ સેવા શરૂ કરશે. બેંકો અથવા અન્ય સંસ્થાઓ પૈસા ચૂકવીને ટેલિકોમ્યુનિકેશન વિભાગના મોબાઇલ નંબર વેલિડેશન (MNV) પ્લેટફોર્મ દ્વારા તેમના ગ્રાહકોના મોબાઇલ નંબરોને માન્ય કરાવશે. તમે જાણો છો કે એપ સાઇન-અપ અથવા ડિજિટલ વ્યવહારો સહિત ઘણા કાર્યો માટે મોબાઇલ નંબરને માન્ય કરવો પડે છે. સરકારી સંસ્થાઓ જેવી કે બેંકો વગેરેએ દર વખતે નંબર માન્ય કરાવવા માટે ૧.૫ રૂપિયા અને ખાનગી કંપનીઓએ ૩ રૂપિયા ચૂકવવા પડશે.
જો MNV પ્લેટફોર્મ કોઈ નંબરને નકલી અથવા શંકાસ્પદ જાહેર કરે છે, તો તેને અસ્થાયી રૂપે નિષ્ક્રિય પણ કરી શકાય છે. ઘણી વધુ સમસ્યાઓની આગાહી કરવામાં આવી રહી છે. હાલમાં, જો તમે એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ અનેક બેંક ખાતાઓ માટે કરો છો, તો તમને ઓનલાઈન બેંકિગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શક્ય છે કે ભવિષ્યમાં, બેંકો દરેક ખાતા માટે અલગ અલગ નંબર માંગવાનું શરૂ કરી શકે છે, કારણ કે તેમને એક જ મોબાઇલ નંબર માન્ય કરાવવા માટે દર વખતે પૈસા ચૂકવવા પડશે. મોબાઇલ ગ્રાહક પર પણ પૈસાનો બોજ પડવાનો ભય છે.
એક જ ફોનનો ઉપયોગ કરતા પરિવારોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારના જુદા જુદા સભ્યો જુદા જુદા કાર્યો માટે ફોનનો ઉપયોગ કરે તો પણ, જો પ્ફસ્ પ્લેટફોર્મ ફોન નંબરને 'શંકાસ્પદ' જાહેર કરે છે, તો દરેકનું કામ બંધ થઈ શકે છે. ગામડાઓમાં મોટી સંખ્યામાં એવા પરિવારો છે જેમની પાસે ફક્ત એક જ ફોન છે. તેઓ સરકારી યોજનાઓના લાભોથી પણ વંચિત રહી શકે છે.
સરકારે સ્પષ્ટતા કરી નથી કે દરેક વ્યક્તિ માટે નંબર માન્ય કરાવવો જરૂરી રહેશે કે નહીં, પરંતુ ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (IMAI) કહે છે કે ડ્રાફટની જોગવાઈ મુજબ, મોબાઇલ નંબરનો ઉપયોગ કરતા તમામ ડિજિટલ પ્લેટફોર્મ અથવા સેવાઓ આ નિયમના દાયરામાં આવશે.
નિષ્ણાતો ટેલિકોમ્યુનિકેશન આઇડેન્ટિફાયર યુઝર એન્ટિટી (TIUE) ની વ્યાખ્યા અને તેનાથી સંબંધિત પ્રસ્તાવિત નિયમો અંગે પણ ચિતા વ્યક્ત કરી રહ્યા છે. વ્ત્શ્ચ્ ના દાયરામાં વ્યક્તિઓને પણ સામેલ કરવામાં આવ્યા છે (જેમણે ગ્રાહકનો નંબર માન્ય કરાવવો પડે છે). ત્પ્ખ્ત્ ની સાથે, લોકોના ડિજિટલ અધિકારો માટે કામ કરતી સંસ્થા, Access Now એ પણ તેને ગેરકાયદેસર અને લોકોની ગોપનીયતાના સંદર્ભમાં અયોગ્ય ગણાવ્યું છે.
સરકારને ડ્રાફટ પર લોકોના સૂચનો અથવા વાંધા મળ્યા છે. આને ધ્યાનમાં રાખીને નિયમ લાગુ કરવામાં આવશે કે મૂળ ડ્રાફટ સ્વરૂપમાં આવશે, તે આગામી સમયમાં ખબર પડશે.
ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરનો અંદાજ છે કે ૨૦૨૫ માં, સાયબર છેતરપિડી કરનારાઓ લોકોને ૧.૦૨ લાખ કરોડ રૂપિયાની છેતરપિડી કરી શકે છે. સરકાર માને છે કે પ્રસ્તાવિત નિયમ મોબાઇલ દ્વારા થતી છેતરપિડી અટકાવવામાં મદદ કરશે. પરંતુ, તેનાથી આવક પણ થશે. આવકનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ભારતમાં ફક્ત ગૂગલ, એમેઝોન, નેટફિલક્સ જ લગભગ એક અબજ વપરાશકર્તાઓ અથવા સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે.
સાયબર છેતરપિડી કરનારાઓએ છેતરપિડી કરી
વર્ષ રકમ (કરોડોમાં)
૨૦૨૪ ૨૨૮૪૨
૨૦૨૩ ૭૪૬૫
૨૦૨૨ ૨૩૦૬
(સ્ત્રોત ડેટાલીડ્સ
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
