News of Monday, 4th August 2025
પ્રેસ સેક્રેટરીના હોઠ જાણે કે મશીનગન.... તે વાસ્તવમાં સ્ટાર છેપ્રેસ સેક્રેટરીના હોઠ જાણે કે મશીનગન.... તે વાસ્તવમાં સ્ટાર છે
ટ્રમ્પે કરી ચોંકાવનારી ટિપ્પણી, વિવાદ ઉગ્ર બન્યો

ન્યુયોર્ક,તા.૦૪: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક મહિલા પર નિવેદન કરતા વિવાદ ઉગ્ર બન્યો છે. તેમણે એક મહિલાના હોઠને મશીનગન ગણાવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યાલયની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે આ મહિલા સ્ટાર જેવી છે. તેનો ચહેરો તેનું મગજ અને તેના હોઠ. તેના હોઠ એવા ચાલે છે જયારે મશીનગન ચાલી રહ્યું છે તે વાસ્તવમાં સ્ટાર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુઝ ચેનલના એન્કર રોબર્ટ ફિનર્ટીને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન રોબર્ટે તેમને કેરોલાઈન અંગે સવાલ પૂછ્યો હતો.
તેમણે કેરોલિન લેવિટને અમેરિકાના રાષ્ટ્રપતિ માટે કામ કરનારી સૌથી શ્રેષ્ઠ સેક્રેટરી ગણાવી હતી. આ ઉપરાંત એક દિવસ પૂર્વે જ કેરોલિન લેવિટે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશોમાં યુદ્ધ વિરામ કરાવ્યો છે. તેથી તેમને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પૂર્વે પણ મહિલાઓ મુદ્દે આપત્તિ જનક ટિપ્પણી કરી ચુક્યા છે. તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના અનેક જુના વિડીયો અને ઓડિયો કલીપ પ્રકાશમાં આવી હતી. જેમાં તે મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. જોકે, કેરોલિન લેવિટ અંગે આ પ્રકારની ટિપ્પણી કરીને તેમણે વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
