<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૮૯

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે

૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૮૯:‘‘હે પ્રિયે, આ ક્ષણમાં મન, જ્ઞાન, પ્રાણ, રૂપ, બધાને સમાવિષ્‍ટ થવા દો.''

આ વિધિ થોડી કઠણ છે. પરંતુ જો તમે એવો પ્રયોગ કરી શકો તો આ વિધિ અદભૂત અને સુંદર છે. ધ્‍યાનમાં બેસો તો કોઇ વિભાજન ના કરો. ધ્‍યાનમાં બેસતાં બધાંને તમારા શરીર, તમારા મન, તમારા પ્રાણ, તમારા વિચાર, તમારા જ્ઞાન-બધાંને સમાવિષ્‍ટ કરી લો. બધાંને ભેગા કરી દો, બધાંને એક સાથે કરી દો. કોઇ વિભાજન મત કરો, એમને ખંડોમાં ના વહેંચો

શ્વાસ આવે છે અને જાય છે, વિચાર આવે છે અને ચાલ્‍યો જાય છે. શરીરનું રૂપ બદલાતું રહે છે. આના ઉપર તમે કયારેય ધ્‍યાન આપ્‍યું નથી. જો તમે આંખો બંધ કરીને બેસો તો તમને કયારે લાગશે કે મારું શરીર બહું મોટું છે અને કયારેક લાગશે કે મારુ શરીર ઘણું નાનું છે કયારે શરીર બહુ ભારે લાગે છે અને કયારેક એટલું હલકું કે તમને લાગશે કે હું ઉડી શકું છું આ રૂપના વધવા-ઘટવાને તમે અનુભવી શકો છો આંખો બંધ કરી દો અને બેસી જાઓ અને તમે અનુભવ કરશો કે શરીર ઘણું મોટું છે, એટલુ઼ મોટું કે આખો ઓરડો ભરા ઇ જાય અને કયારેક એટલું નાનું કે જાણે અણું હોય. આ રૂપ કેમ બદલાય છે?

જેમ જેમ તમારું ધ્‍યાન બદલાય છે તેમ તેમ તમારા શરીરનું રૂપ પણ બદલાય છે. જો તમારું ધ્‍યાન સર્વગ્રાહી હોય તો રૂપ બહુ મોટું થઇ જશે અને જો તમે તોડો છો, વિભાજન કરો છો, કહો કે હું આ નથી, તે નથી, તો રૂપ બહું નાનું બહુ સુક્ષ્મ અને આણવિક થઇ જાય છે. પોતાના અસ્‍તિત્‍વમાં બધાંને ભેગા કરો, કોઇને પણ જુદુ મત કરો બહાર ના રાખો. મત કહો કે હું આ નથી પણ કહો કે હું આ છું અને બધાંને પોતાનામાં સમાવી લો. તમે જો આટલું જ કરી શકો તો તમને બિલકુલ નવો અદભૂત અનુભવ ઘટશે. તમને અનુભવ થશે કે કોઇ કેન્‍દ્ર નથી, મારું કોઇ કેન્‍દ્ર નથી અને કેન્‍દ્રના જતા જ અહંભાવ રહેતો નથી. અહંકાર રહેતો નથી કેન્‍દ્ર જતા  જ ફકત ચૈતન્‍ય રહે છે. આકાશ જેવું ચૈતન્‍ય, જે બધાને ઘેરી રહેલું છે  અને જયારે પ્રતીતિ વધે છે તો તમારામાં ના ફકત તમારો  શ્વાસ સમાયેલો હશે, ના કેવળ તમારું રૂપ સમાયેલું હશે પરંતુ છેવટે તમારામાં આખું બ્રહ્માંડ સમાયેલું થઇ જશે. 

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(1:56 PM IST)