<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

ગુજરાતમાં વાહનચાલકોએ ફાસ્‍ટેગથી ચાર વર્ષમાં રૂપિયા ૮૪ કરોડ ચૂકવ્‍યા

ફાસ્‍ટેગથી પ્રતિ દિવસે સરેરાશ રૂ.૭.૫૫ લાખનું ટ્રાન્‍ઝેક્‍શન : ફાસ્‍ટેગથી સૌથી વધુ રકમ ચૂકવવામાં તામિલનાડુ ૧૨૬ કરોડ સાથે મોખરેઃ ગુજરાત ટોપ-ફાઇવમાં નહીં

 

 

નવી દિલ્‍હી,તા.૦૪: ગુજરાતમાં વાહનચાલકોએ ફાસ્‍ટેગથી ચાર વર્ષમાં રૂપિયા ૮૪.૪૯ કરોડની રકમ ચૂકવી છે. ચાર વર્ષના આ સમયગાળામાં ફાસ્‍ટેગથી વાહનચાલકોએ સૌથી વધુ રકમ ચૂકવી હોય તેમાં તામિલનાડુ ૧૨૬ કરોડ સાથે મોખરે, ઉત્તર પ્રદેશ ૧૧૯ કરોડ સાથે બીજા અન કર્ણાટક ૧૧૨ કરોડ સાથે ત્રીજા સ્‍થાને છે.

ઉલ્‍લેખનીય છે કે, નેશનલ હાઇવે પર  વારંવાર મુસાફરી કરવાની થતી હોય અને દર વખતે ટોલ પર કાર રોકવી તમને ઝંઝટલાગે છે, તો તેમના માટે ૧૫ ઓગસ્‍ટથી રાહતના સમાચાર છે. મિનિસ્‍ટ્રી ઓફ રોડ ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ હાઇવે ૧૫ ઓગસ્‍ટથીસુવિધા શરૂ કરશે. જેમાં તમે માત્ર ૩૦૦૦ રૂપિયા ચૂકવીને આખું વર્ષ કે ૨૦૦ ટ્રીપ સુધી નેશનલ હાઈવે અને એક્‍સપ્રેસ વે પર ટોલ ક્રીયાત્રા કરી શકશો. આ નવા પાસથીસમય બચવાની સાથે તમારે દર વખતે ફાસ્‍ટેગથી રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્‍તિ મેળવી શકશે.

આ ઉપરાંત ફાસ્‍ટેગના દુરુપયોગ સામે પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કડક પગલાં લેવામાં આવ્‍યા છે. એનએચએઆઈના કડક નિયમમાં કહેવાયું છે કે, ‘જો વાહનની વિડશીલ્‍ડ પર યોગ્‍ય રીતે ફાસ્‍ટંગ લગાવેલું નહીં હોય અને વાહન ચાલક ફાસ્‍ટેગ હાથમાં લઈને કે પછી ડેશબોર્ડ પર રાખેલા સ્‍કેનર પર સ્‍કેન કરવાનો પ્રયાસ કરશે તો તેનું ફાસ્‍ટેગ કોઈપણ ચેતવણી આપ્‍યા વગર આપોઆપ બ્‍લેકલિસ્‍ટ કરી દેવામાં આવશે. (૪૦.૨૦)

વર્ષ             આવક

૨૦૨૨           રૂ.૨૧.૯૭ કરોડ

૨૦૨૩           રૂ.૨૪.૦૩ કરોડ

૨૦૨૪           રૂ.૨૪.૮૫ કરોડ

૨૦૨૫  રૂ.૧૩.૫૯ કરોડ

(જૂન ૨૦૨૫ સુધીના આંકડા)

(10:53 AM IST)