News of Monday, 4th August 2025
A ફોર અખિલેશ , D ફોર ડિમ્પલ, મુલાયમ M ફોર મુલાયમ
શાળાના બાળકોને રાજકીય ABCD શીખવનારા SP નેતા સામે FIR

સહારનપુર, તા.૪: ઉત્તરપ્રદેશના સહારનપુરમાં શાળાના બાળકોને રાજકીય ABCD શીખવનારા સમાજવાદી પાર્ટીના નેતા સામે કેસ નોંધવામાં આવ્યો છે. સપા નેતા ફરહાદ આલમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે શાળાના બાળકોને રાજકારણની ABCD શીખવી રહ્યો હતો. જોકે, તેમના ABCDમાં ફક્ત સમાજવાદી પાર્ટીના નેતાઓના નામ હતા. સહારનપુર પોલીસ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે PDA પાઠશાળા દરમિયાન બાળકોને રાજકીય મૂળાક્ષરો શીખવવાના આરોપમાં સ્થાનિક સમાજવાદી પાર્ટીના નેતા સામે જ્ત્ય્ નોંધવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે બાળકોને "A for Akhilesh", "B for Babasaheb", "D for Dimple" અને "M for Mulaym Singh Yadav" શીખવવામાં આવતા હતા. એસપી સિટી વ્યોમ બિંદલે જણાવ્યું હતું કે કલ્લારપુર ગુર્જર ગામના રહેવાસી મૈન સિંહે ફરિયાદ નોંધાવી છે કે સપા નેતા ફરહાદ આલમ ગડા કહેવાતા પીડીએ પાઠશાળામાં રાજકીય અક્ષરોનો ઉપયોગ કરીને પાઠ ભણાવી રહ્યા હતા.
રામનગરમાં ગડાના નિવાસસ્થાને કથિત રીતે ફિલ્માવવામાં આવેલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર શેર થયા પછી અને ઝડપથી વાયરલ થયા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. વિડિઓમાં દેખાતા બાળકો કથિત રીતે એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ હતા અને શાળાનો ગણવેશ પહેરેલા જોવા મળ્યા હતા. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એફઆઈઆર અંગે રાજ્ય સરકારની ટીકા કરી હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અભ્યાસ માટે પણ અંગ્રેજોએ એફઆઈઆર દાખલ કરી ન હતી. ભાજપનો શિક્ષણ વિરોધી ચહેરો હવે લોકો સમક્ષ આવી ગયો છે. હવે ભાજપ કાયમ માટે ખતમ થઈ જશે. નિંદનીય છે.'
દરમિયાન, ફરહાદ ગડાએ પોતાનો બચાવ કરતા કહ્યું કે પીડીએ પાઠશાળા મૂળાક્ષરો શીખવવા પર કેન્દ્રિત નહોતી પરંતુ તેનો હેતુ બાળકોને સમાજવાદી વિચારધારાના મહાન પુરુષો સાથે પરિચય કરાવવાનો હતો. તેમણે જિલ્લામાં આવી જ શાળાઓ સ્થાપવાની પોતાની યોજના પણ વ્યક્ત કરી.
કાનપુરના બિલહૌર બ્લોકના શાહમપુર ગઢી ગામમાં સરકારી પ્રાથમિક શાળાની બહાર કથિત રીતે અનધિકળત પીડીએ પાઠશાળૉનું આયોજન કરવા બદલ સમાજવાદી પાર્ટીના નેતા રચના સિંહ ગૌતમ વિરુદ્ધ શુક્રવારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે ભદોહીમાં અન્ય એક સમાજવાદી નેતા અને લગભગ એક ડઝન અન્ય લોકો સામે પણ કેસ નોંધ્યો છે, જેમણે ઉત્તર પ્રદેશ સરકારની ઓછી નોંધણી ધરાવતી શાળાઓને મર્જ કરવાની ભલામણ કરી હતી.(
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
