<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

સાતમ-આઠમ આવી ગઇઃ કરો તૈયારી, નિકળી પડો ફરવા

ગોવા-મહાબળેશ્વર-માથેરાન-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા-એમ્‍બીવેલી-ડેલા-પંચમઢી-સોમનાથ-દ્વારકા-સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી-સાસણગીર-ઇગતપુરી-પોલો ફોરેસ્‍ટ-જૂનાગઢ-મુન્નાર-ઠેકડી-એલ્લપી-પુવાર આઇલેન્‍ડ-બેંગલોર-મૈસુર-ઉંટી-વાયનાડ-કુર્ગ-કુંબલગઢ-ઉદયપુર-આબુ-જેસલમેર-જવાઇ-ચિતોડગઢ-નાકો-ચંદરતાલ-સીમલા-મનાલી-કાઝા-ટાબો-સ્‍પીટીવેલી-લેહ-લદાખ-ગાંધીધામ-ભુજ-માંડવી-દિવ-શ્રીનાથદ્વારા સહિતના ડેસ્‍ટીશન્‍સ આકર્ષણનું કેન્‍દ્ર : ફોરેન ટુરમાં આ વર્ષે વિયેટનામ ‘હોટકેક' બન્‍યુઃ ફ્રી વિઝાને કારણે ફુકોક જવાનો જબ્‍બર ક્રેઝઃ હનોઇ, સાપા, દાનાંગ, ક્રુઝ સાથે બુકીંગ ફુલ : મલેશીયામાં કોલાલમ્‍પુર, લંકાવી, પીનાંગ, જેન્‍ટીંગ, પોર્ટડીકશન માટે પણ ઘસારોઃ એવરગ્રીન દુબઇ નાના-મોટા સૌકોઇની પસંદગી પામ્‍યું : સિંગાપુર, ફ્રુઝ, ઇન્‍ડોનેશિયા (બાલી), શ્રીલંકા, હોંગકોંગ, મકાઉ, ભૂટાન, જયોર્જીયા, અલ્‍માટી, ટીબલીસી, સ્‍વીઝરલેન્‍ડ, પેરીસ સહિત અબ્રોડ ફલાય કરવા સહેલાણીઓ આતુર

માર્કેટમાં મની ફ્રાઇસીસ, મંદી, મોંઘવારી, પ્‍લેન ક્રેશ અને ફલાઇટમાં ટેકિનકલ ખામીઓ, ઓછી રજાઓ સહિતના કારણોસર ગયા વર્ષની સરખામણીમાં ‘ટ્રાવેલ માર્કેટ' પચાસ ટકા જેટલું ડાઉન ! મોટાભાગના ડેસ્‍ટીનેશન્‍સ ઉપર બુર્કીંગ ઉપલબ્‍ધ  : બજારમાં વિવિધ રેઇટસના પેકેજીસ પ્રીફર થઇ રહયા છેઃ અમુકમાં ડીસ્‍કાઉન્‍ટ પણ લટકામાં: ઓનલાઇન બુકીંગનો લાભ પણ છુટથી લેવાઇ રહયો છે  : સેલ્‍ફ ડ્રાઇવ સાથે સીંગલ ડેસ્‍ટીનેશનનો પણ ક્રેઝઃ રાજકોટની બાજુમાં પ્રભુ ફાર્મ એન્‍ડ રીસોર્ટ, અમદાવાદ-સાણંદ પાસે કેન્‍સવિલે, સ્‍ટાર કલબ, રાજકોટના રીજન્‍સી લગુન સહિતના રીસોર્ટસ પણ માણવા લાયકઃ કેરાલાનો અથીરાપલ્લી વોટર ફોલ્‍સ પણ પર્યટકોમાં ફેવરીટ 

રાજકોટ તા.રઃ ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્‍વિકરણ,, માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્‍ટફોરવર્ડ યુગમા૦ લોકોના રજાઓ ગાળવાના અભિગમમાં પણ આમુલ પરિવર્તન આવ્‍યું હોવાનું દેખાય છે. વિવિધ તહેવારો, લાંબા વિકેન્‍ડ કે પછી વેકેશનના સમયમાં લોકો પોતપોતાના ગ્રુપ-સર્કલમાં કે પછી ફેમિલી સાથે દેશ-વિદેશના પસંદગીના સ્‍થળોએ ફરવા ઉપડી જતા હોય છે. પોતાના મનગમતા ડેસ્‍ટીનેશન્‍સ ઉપર ‘‘ફ્રી ટાઇમ'' સ્‍પેન્‍ડ કરવા માટે નિકળી પડે છે.

 : પંદર દિવસ પછી સોૈરાષ્‍ટ્રનો મુખ્‍ય તહેવાર ગણાતો જન્‍માષ્‍ટમી એટલે કે સાતમ-આઠમ આવી રહી છે ત્‍યારે ફરવાના શોખીન લોકોએ પોતાના પસંદગીના ડેસ્‍ટીશન્‍સ ઉપર ફરવા જવા માટે ફુલપ્રુફ પ્‍લાન બનાવી લીધો છે અથવા તો હજુ બનાવી રહયા છે. દેશ-વિદેશના પસંદગીના સ્‍થળોએ જવા માટે સહેલાણીઓ આતુર બન્‍યા છે. લોકોને હવે રજાના દિવસો, બજેટ, હોટલની કેટેગરી, સાઇટસીન્‍સ, ટ્રાન્‍સપોર્ટેશન સહિતના સંદર્ભે હાલમાં વિવિધ ટુર પેકેજીસ બજારમાં ઉપલબ્‍ધ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ જણાવી રહયા છે. અમુક પેકેજીસમાં તો ડીસ્‍કાઉન્‍ટનો લાભ પણ સારો એવો મળી શકે છે. સાથે-સાથે સહેલાણીઓ ઓનલાઇન બુકીંગનો લાભ પણ મોટા પ્રમાણમાં લઇ રહયા છે.

 : હાલ માર્કેટમાં મની ક્રાઇસીસ, મંદી, મોંઘવારી, પ્‍લેનક્રેશ અને વિવિધ ફલાઇટમાં સર્જાતી ટેકિનકલ ખામીઓ, વિકેન્‍ડ હોવાને કારણે મળતી ઓછી રજાઓ સહિતના કારણોસર ગયા વર્ષની સરખામણીમાં આ જન્‍માષ્‍ટમી ઉપર ‘ટ્રાવેલ માર્કેટ' ૫૦ ટકા જેટલુ ડાઉન હોવાનું રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ વ્‍યાસ ટુર્સના જીતુભાઇ વ્‍યાસ (મો.૯૮૨૪૩ ૩૦૫૫૫), ફેવરીટ ટુર્સના દર્શીતભાઇ મસરાણી (મો.૭૬૯૮૮ ૮૮૮૮૯), સનરાઇઝ ટુર્સના સમીરભાઇ કારીયા (૯૮૨૫૩ ૭૭૭૦૪) વિગેરે જણાવી રહયા છે. સાતમ-આઠક ઉપર મોટાભાગના ડેસ્‍ટીનેશન્‍સ ઉપર હાલ બુકીંગ પણ ઉપલબ્‍ધ હોવાનું ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે. આ વખતે પર્યટકોમાં સેલ્‍ફ ડ્રાઇવ સાથે સીંગલ ડેસ્‍ટીનેશન ઉપર જવાનો ક્રેઝ વધુ જોવા મળી રહયો છે. ગુજરાતના ટુરીસ્‍ટસ ડેસ્‍ટીનેશન્‍સ સહેલાણીઓ દ્વારા વષ્‍ધુ પ્રીફર થઇ રહયા છે.

 : સાતમ-આઠમ ઉપર ફરવા જનારા લોકોના પસંદગીના સ્‍થળોની વાત કરીએ તો ગોવા, મહાબળેશ્વર, માથેરાન, લોનાવાલા, ખંડાલા, ઇમેજિકા, એમ્‍બીવેલી, ડેલા, પંચમઢી, સોમનાથ, દ્વારકા, શીવરાજવપુર બીચ, દિવ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, સાસણગીર, જુનાગઢ, ગીરનાર રોપ-વે, પોલો ફોરેસ્‍ટ, ઇગતપુરી, કેરાલાના મુન્નાર, ઠેકડી, એલ્‍લ્‍પી, પુવાર આઇલેન્‍ડ, બેંગ્‍લોર, મૈસુર, ઉંટી, કોડાઇ કેનાલ, કુર્ગ, વાયનાડ, રાજસ્‍થાનના કુંબલગઢ, ઉદયપુર, આબુ, શ્રીનાથજી, જેસલમેર, જયપુર, ચિતોડગઢ વિગેરે, જવાઇ, નાકો, ચંદરતાલ, સીમલ, મનાલી, કાઝા, ટાબો, સ્‍પીટીવેલી, લેહ-લદાખ, ગાંધીધામ, ભુજ, માંડવી, વિરપુર, ખોડલધામ, પરબવાવડી , તુલશીશ્‍યામ, રાજકોટનો લોકમેળો સહિતના ડેસ્‍ટીનેશન્‍સ આકર્ષણનું કેન્‍દ્ર બની રહયા છે. લોકો પસંદગી મુજબ બસ, ટ્રેન, ફલાઇટ સહિતમાં બુકીંગ કરાવવા દોડાદોડી કરી રહયા છે. અમુકમાં વેઇટીંગ લીસ્‍ટ પણ બતાવી રહયા છે.

 : પસંદગીના સીંગલ ડેસ્‍ટીનેશન ઉપર કારબુક કરાવીને સેલ્‍ફ ડ્રાઇવનો પણ હાલમાં જબ્‍બર ક્રેઝ જોવા મળી રહયો છે. સહેલાણીઓ ‘માય કાર', ‘ઝુમ કાર' કે પછી અન્‍ય એપ- વેબસાઇટસ ઉપરથી બુકીંગ કરાવી કાર હાયર કરી રહયા છે.

 : સાથે-સાથે રાજકોટ સહિતના અન્‍ય શહેરોમાં આવેલ લકઝુરીયસ રીસોર્ટસમાં પણ હાલમાં મોટા પ્રમાણમાં બુકીંગ થઇ રહયા છે. રાજકોટ- અમદાવાદ હાઇવે ઉપર હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલ પ્રભુફાર્મ એન્‍ડ રીસોર્ટસ ખાતે પણ રજાનો યાદગાર આનંદ માણી શકાય છે. અહીં સ્‍વાદિષ્‍ટ બ્રેકફાસ્‍ટ, ગરમાગરમ લંચ, વિવિક ગેઇમ્‍સ, મુવી થીયેટર, ફોરેસ્‍ટ વોક, સ્‍વીમીંગ પુલ સહિતના પરિબળો જન્‍માષ્‍ટમીની રજાઓમાં દીપી ઉઠશે. મિનિમમ ચાર વ્‍યકિત સાથે પ્રતિ વ્‍યકિત ૩૧૫૦ રૂપિયામાં (મો.૮૫૧૧૧ ૬૪૧૧૧) તથા (મો.૭૪૮૬૦ ૦૦૭૦૩) ઉપર તથા વેબસાઇટ મારફત બુકીંગ થઇ રહયા છે.

 : રાજકોટના ન્‍યારી ડેમ રોડ ઉપર આવેલ લબઝુરીયસ ‘‘રીજન્‍સી લગુન રીસોર્ટ' ખાતે પણ જન્‍માષ્‍ટમી દરમ્‍યાન (તા.૧૪ થી ૧૯ ઓગષ્‍ટ,૨૦૨૫) હાઇટી, ડીનર, બ્રેકફાસ્‍ટપ તમામ ટેકસના સમાવેશ સાથે ૧૦,૧૯૦ રૂપિયાથી ૨૮,૯૯૦ રૂપિયા સુધીના વિવિધ પેકેજીસ મો.નં. (૯૬૦૧૦ ૫૫૫૫૩) ઉપર બુક કરાવી શકાય છે.

 : આ ઉપરાંત અમદાવાદ- સાણંદ પાસે આવેલ કેન્‍સવિલે તથા સ્‍ટારકલબ રીસોર્ટસ પણ સાતમ-આઠમની રજાઓ ગાળવા માટે બુક થઇ રહયા છે. ગુગલ ઉપર ઓનલાઇન પણ સર્ચ કરી શકાય છે. તમામ રીસોર્ટસ માણવાલાયક છે.

કેરાલાનો અથીરાયલ્લી વોટર ફોલ્‍સ (ધોધ) કે જે સમગ્ર એશિયાનો સોૈથી મોટો ધોધ કહેવાય છે તે પણ આ વર્ષે પર્યટકોમાં ફેવરીટ હોવાનું જોવા મળે છે.

 : સાતમ-આઠમમાં લોકો એવરગ્રીન ડેસ્‍ટીનેશન ગોવા જવા માટે પણ બુકીંગ કરી રહયા છે. ૪ રાત્રી પ દિવસના ગોવાના બાયએર એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૫ થી ૪૦ હજાર રૂપિયામાં બુક થઇ રહયા છે.

 :લોનવાલા, માથેરાના,મહાબળેશ્વર, ઇમેજીકાના પાંચ રાત્રી છ દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્‍યકિત ૧૫ થી ૨૦ હજાર રૂપિયામાં ટ્રાવેલ માર્કેટમાં વેચાઇ રહયા છે.લોનાવાલા, મહાબળેશ્વર, પંચમઢી, એમ્‍બીવેલી, ડેલા સહિતના સ્‍થળોતો સીંગલ ડેસ્‍ટીનેશન તરીકે પણ પસંદગી પામી રહયા છે. આ વર્ષે કેરાલા, ઉતરાખંડ, હિમાચલ, કાશ્‍મીર, સિક્કિમ પ્રમાણમાં ડાઉન ચાલી રહયાનું જાણવા મળે છે.

 :મુન્‍નાર,ઠેકડી,એલ્લપી,પુવાર આઇલેન્‍ડ ના બાય એર એકસ અમદાબાદ પેકેજ ૪૦ હજાર રૂપિયા ᅠઆસપાસ બુક થયા હોવાનું જાણવા મળે છે. કોચીનથી અથીરાયલી વોટર ફોલ્‍સ ૪૦ કિલોમીટર જેટલો થાય છે. જે એશિયાનો સોૈથી મોટો ધોધ ગણાય છે. અહી ઘણા મૂવીઝના શુટીંગ પણ થતા હોય છે.

 :સાઉથની વાત કરીએ તો જન્‍માષ્‍ટમી ઉપર બેંગ્‍લોર, મૈસુ, ઊંટી, કુર્ગવાયનાડના  ૭ રાત્રી ૮ દિવસના બાય એર એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૩૫થી૪૫ હજાર રૂપિયા વચ્‍ચે સેલ થઇ રહયા છે. હોટલની કેટેગરી તથા એર ટીકીટના ભાવમાં ફેરફાર થવાથી ખર્ચમાં વધઘટ શકય છે. ઇગનપુરી, માથેરાન, પોલોફોરેસ્‍ટ, રાજસ્‍થાનનો અનંતા રીસોર્ટસ પણ આ વર્ષે સહેલાણીઓ દ્વારા પ્રીફર થઇ રહયા છે. પોલો ફોરેસ્‍ટ ખાતે કપલદીઠ એક દિવસના ૫ હજાર રૂપિયાથી માંડીને ૧૨ હજાર રૂપિયા સુધીના બુકીંગ થઇ રહયા છે.

 : ગુજરાતનું ગોૈરવસમુ સાસણગીર ખાતે પ્રતિવ્‍યકિત ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયામાં બુકીંગ બોલાઇ રહયા છે.જયારે ફોરસ્‍ટાર, ફાઇવસ્‍ટાર રીસોર્ટમાં ૫ હજાર થી ૮ હજાર રૂપિયામાં બુકીંગ મળી રહયા છે.

 : દ્વારકા,શીવરાજપુર બીચ, ગાંધીધામ , ભુજ,માંડવી બીચ, સેરેના રીસોર્ટ,સોમનાથ, તુલસીશ્‍યામ, રોપ-વે સહિતની જગ્‍યાએ જવા માટે પણ લોકો આયોજન કરી રહયા છે.

 :સમગ્ર વિશ્વમાંથી કરોડો પર્યટકો માટે આકર્ષણરૂપ ગુજરાતના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે પણ માનવ મહેરામણ ઉમટી પડશે. અહી કપલદીઠ એક રાત્રીના ૬થી૭ હજાર રૂપિયામાં ઓફલાઇન કે ઓનલાઇન બુકીંગ થઇ રહયા છે.

 : લેહ-લખાદ  જવાવાળા સહેલાણીઓ પણ દેખાઇ રહયા છે. લેહ નુવારાવેલી, પેંગોગના ૬ રાત્રી ૭ દિવસના એકસ એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૪૫ થી ૬૦ હજાર રૂપિયા આસપાસ બુક થયા હોવાનું જાણવા મળે છે.

 : રાજસ્‍થાનના કુંબલગઢ, ઉદયપુર, આબુ,જેસલમેર, ચિતોડગઢ માંથી કસ્‍ટમાઇઝ કરીને ત્રણ રાત્રી ચાર દિવસના બ્રેકફાસ્‍ટ,ડીનર સાથેના પેકેજ ૧૨ હજાર રૂપિયા પ્રતિ વ્‍યકિતથી શરૂ થઇ રહયા છે. રાણકપુર કિલ્લાના ૨ રાત્રીના કપલ પેકેજ ૧૫ થી ૧૬ હજાર રૂપિયામાં બુક થઇ રહયા છે. આ વખતે રાજસ્‍થાનનું જવાઇ ચપોચપ વેચાઇ રહયું છે. જવાઇ ખાતે ફોર સ્‍ટર/ફાઇવસ્‍ટાર હોટલ સાથેના એક રાત્રીના કપલ પેકેજ દસ હજારથી ત્રીસ હજાર રૂપિયા સુધી વેચાઇ રહયાનું જીતુભાઇ વ્‍યાસ જણાવી રહયા છે.

 : કેરાલા અને કર્ણાટકના વાયનાડ, કુર્ગના ૬ રાત્રી ૭ દિવસના ફોરસ્‍ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ બાય એર પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૩૫ હજાર થી ૮૦ હજાર રૂપિયા સુધીના અવેલેબલ છે.

 : આ વર્ષે હિમાચલ મોટાભાગના લોકો એવોઇડ કરે છે. છતાં પણ એડવેન્‍ચરીયસ એકટીવિટીઝ સહિતના નવા ડેસ્‍ટીશન્‍સ જેવા કે સ્‍પીટીવેલી,નાકો, ચંદરતાલ, સીમલા, મનાલી, કાઝા,જસ્‍પા, કલ્‍પા, ટાબો સહિતના ૭ રાત્રી ૮ દિવસના પેકેજ પ્રતિ વ્‍યકિત ૪૦ થી ૪૫ રૂપિયા આસપાસ કન્‍ફર્મ થયા છે.

 : આ ઉપરાંત તહેવારપ્રિય લોકો પોતપોતાના ફેમિલી કે ગ્રૂપ સર્કલ સાથે સોૈરાષ્‍ટ્ર-ગુજરાતમાં પોતાના શહેર-તાલુકા-જીલ્લાની આસપાસ આવેલ ડેમ, સરોવર, લોકમેળા, પ્રાઇવેટ ફાર્મહાઉસ, ગાર્ડન વિલમૂવી થિયેટર,ધાર્મિક સ્‍થળો સહિતની જગ્‍યાઓ ઉપર પુષ્‍કળ પ્રમાણમાં જોવા મળશે.

ફોરેન ટૂરના વિવિધ પેકેજીસ

 : ફોરેન ટૂરના વિવિધ પેકેજીસની વાત કરીએ તો આ જન્‍માષ્‍ટમી ઉપર અબ્રોડ ફલાય કરવાવાળા સહેલાણીઓની પ્રથમ પસંદ ‘હોટકેક' સમુ વિયેટનામ છે. વિયેટ નામના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિતએક લાખ રૂપિયાથી એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધી ભારે બુકીંગ પામી રહયા છે. અહીંના ફુકોકના ફ્રી વિઝાને કારણે સહેલાણીઓને જબ્‍બર ક્રેઝ જોવા મળી રહયો છે.

જો મોટાભાગે આખું વિયેટનામ ફરવું હોય તો ૧૦ રાત્રી ૧૧ દિવસ જેટલો પેકેજ લેવા પડે કે જે ફોર સ્‍ટાર હોટલ સાથે પ્રતિવ્‍યકિત એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પાંસઠ હજાર રૂપિયા સુધી લઇ શકાય છે. ફુકોક, હનોઇ, સાપા, દાનાંગ (બીચ ડેસ્‍ટીનેશન) ફ્રીઝ, સફારી વિગેરે ઇન્‍કલુડ હોય છે.

દર વર્ષની જેમ દુબઇ જવા માટે પણ સહેલાણીઓ આતુર છે. અહીં ૬ રાત્રી ૭ દિવસના ફોર સ્‍ટાર/ફાઇવસ્‍ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ પેકેજ ૮૦ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા આસપાસ પ્રીફર થઇ રહ્યા છે.

તો સાથે સાથે ઇન્‍ડોનેશિયા (બાલી)ના એકસ અમદાવાદ સ્‍ટાન્‍ડર્ડ-રૂટીન પેકેજ વિવિધ ફેસેલિટીઝ મુજબ પ્રતિ વ્‍યકિત ૬૦ હજારથી એક લાખ રૂપિયા સુધી ટ્રાવેલ બજારમાં સંભળાઇ રહ્યા છે.

 : મલેશીયા જવા માટે પણ આ વર્ષે સહેલાણીઓ તલપાપડ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહ્યા છે. અહીંના કોલાલમ્‍પુર, જેન્‍ટીંગ, લંકાવી, પીનાંગ, પોર્ટડીકશનના ૬ કે ૭ રાત્રીના ફોર સ્‍ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ કસ્‍ટમાઇઝડ પેકેજ પ્રતિ વ્‍યકિત ૮૦ હજાર રૂપિયાથી લઇને સવા લાખ રૂપિયા સુધી ઝડપથી બુક થઇ રહ્યા છે. હવે તો બેંગ્‍લોરથી મલેશીયાની ડાયરેકટ ફલાઇટ પણ અવેલેબલ છે.

 : આ ઉપરાંત ફોરેન ટૂરમાં સિંગાપુર, મેલેશીયા, બે દિવસ ફ્રુઝ સાથેના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ ચાલીસ હજારથી એક લાખ પચાસ હજાર રૂપિયા સુધી બુકીંગ થયા છે.

 : શ્રીલંકાના કોલંબો, સાગ્રીયા, બેન્‍ટોટા, લુવારા આલીયા સાથેના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ ફોર સ્‍ટાર પેકેજ ૭૦ હજારથી એક લાખ રૂપિયા સુધી મોટા પ્રમાણમાં પસંદગી પામ્‍યા હોવાનું ટ્રાવેલ એજન્‍ટસ કહી રહ્યા છે.

 : તો સાથે-સાથે હોંગકોંગ મકાઉ, સેન્‍ઝોનના ૬ રાત્રે ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ ત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર રૂપિયા સુધી ‘હેવી ચોઇસ' રહ્યા છે.

 : યુરોપના સ્‍વીઝરલેન્‍ડ, પેરીસના પ રાત્રી ૬ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ર લાખ ૮૦ હજારથી ૩ લાખ રૂપિયા સુધી ફ્રીઝ થયાનું જાણવા મળે છે.

તો સાથે સાથે ભૂટાનના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૭૦ થી ૭પ હજાર રૂપિયામાં અવેલેબલ છે.

 : થાઇલેન્‍ડ-કંબોડીયાના યુધ્‍ધને કારણે થાઇલેન્‍ડ પ્રમાણમાં થોડું ડાઉન હોવાનું દર્શિતભાઇ મસરાણી જણાવી રહ્યા છે. દૂબઇમાં પણ ઘણી વખત ગરમી વધુ દેખાતી હોય છે.

અલ્‍માટી-અઝરબાયજાન (બાકુ)ના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ ફોર સ્‍ટાર હોટલ સાથેના પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ રૂપિયા સુધી સાંભળવા મળે છે.

 : રશિયામાં આવેલ જયોર્જીયા-ટીબલીસી પણ આ વખતે ઘણું ચાલ્‍યું છે. અહીંના ૬ રાત્રી ૭ દિવસ ના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ દસ હજાર રૂપિયા આસપાસ પ્રાયોરીટી પામ્‍યા છે. આ સિવાય પણ ઘણાં ફોરેન ડેસ્‍ટીનેશન્‍સ સંદર્ભે સહેલાણીઓ દ્વારા ઓન લાઇન સર્ચ થઇ રહર્યુ છે કે પછી વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્‍ટસનો સંપર્ક કરવામાં આવી રહયો છે.

(અહીં આપેલ વિવિધ પેકેજીસની કિંમતમાં ટ્રાફીક, બુકીંગ, ટાઇમ, હોટલની કેટેગરી, સાઇટસીન્‍સ, ફુડ, ટ્રાન્‍સપોર્ટેટશન, ટીકીટની કિંમતમાં ફેરફાર, અણધાર્યા ખર્ચા કે બનાવો વિગેરેને કારણે ફેરફાર શકય છે. કોઇપણ ટુરનું બુકીંગ કરતા પહેલા ટીકીટની અવેલેબિલીટી, હોટલ બુકીંગ, સાઇટસીન્‍સ, ફુડ, ટ્રાન્‍સપોટેશન, એકસ્‍ટ્રા ખર્ચા સહિતના પરિબળો ધ્‍યાને લઇ વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્‍ટ, પોર્ટલ, એપ, ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા બુકીંગ કરાવવું હિતાવહ છે, કે જેથી લેટેસ્‍ટ અપડેટસ સાથે રજાઓને યાદગાર બનાવી શકાય).

નાના-મોટા સૌની આતુરતાનો અંત લાવતો અને સૌરાષ્‍ટ્રવાસીઓનો પ્રિય તહેવાર ‘જન્‍માષ્‍ટમી'-‘સાતમ-આઠમ' આવી રહી છે ત્‍યારે નિષ્‍ઠા સાથે મહેનત કરીને ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કરનાર સૌરાષ્‍ટ્રની ખમીરવંતી પ્રજા કાનુડાના જન્‍મોત્‍સવની તૈયારીમાં ઓતપ્રોત બની ગઇ છે. દેશ-વિદેશમાં ફરવા જવા માટે પણ પુરજોશમાં આયોજનો થઇ રહયા છે. પસંદગીના ફરવાના સ્‍થળોમાં સૌરાષ્‍ટ્રવાસીઓ કે ગુજરાતીઓ ન હોય તો જ નવાઇ! સૌને અકિલા પરિવાર તરફથી જન્‍માષ્‍ટમીની હૃદયપૂર્વકની શુભેચ્‍છાઓ. જયશ્રી કૃષ્‍ણ.

(11:36 AM IST)