News of Monday, 4th August 2025
બેન્ચ પર બેસવાની વાતમાં વિવાદ થવાથી દસમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓએ તેમના ક્લાસમેટની હત્યા કરી

નાશિકઃતા.૪ સ્કૂલમાં બેન્ચ પર બેસવાની બાબતે વિદ્યાર્થીઓમાં થયેલા વિવાદનો કરૂણ અંજામ આવ્યો હતો. દસમા ધોરણના બે વિદ્યાર્થીઓએ મળીને તેમના સહપાઠીને એટલો માર માર્યો કે તેનું મળત્યુ થયું હતું. મારપીટ કરનાર બન્ને વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે.
નાશિકના સાતપુર વિસ્તારની એક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલમાં બેન્ચ પર બેસવાની બાબતે ઝઘડો થયો હતો. ૩૧ જુલાઈએ થયેલો ઝઘડો એ જ દિવસે પૂરો થઈ ગયો હતો. ત્યાર બાદ શનિવારે રાતે આ વિદ્યાર્થીઓ હીરે ગાર્ડન વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટરમાં મળ્યા હતા. ત્યાં ફરીથી જૂનો ઝઘડો યાદ કરીને વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ બે વિદ્યાર્થીઓએ મળીને અન્ય એક વિદ્યાર્થીને મુક્કા માર્યા હતા અને લાતો મારીને તેની મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. આરોપી વિદ્યાર્થીઓએ તેને એટલો માર માર્યો કે પીડિત વિદ્યાર્થી બેભાન થઈ ગયો. ત્યાર બાદ તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેને મળત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મળ્યા બાદ બે વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
